તૈયાર થઈ જાઓ, મોટુ પતલુના ચાહકો! આપણી ફેવરીટ જોડીનું પુનરાગમન થયું છે અને આ વખતે તેમના નવા સાહસ મોટુ પતલુ એન્ડ મિશન કુંગ ફુ કિડ સાથે વધુ બહેતર રીતે! બેરોકટોર હાસ્ય, ચકિત કરનારી એકશન અને ત જ વહાલી મૈત્રી તેમને અત્યંત આઈકોનિક બનાવે છે. મોટુ અને પતલુ બાળકોને અગાઉ ક્યારેય નહીં તે કુંગફુના પ્રવાસે લઈ જશે. 15 ઓગસ્ટ, 2024ના રોજ નિક પર રિલીઝ થવા માટે આ મોટી રિલીઝની ઉજવણી કરવા માટે આ જોડીએ હાસ્ય, વાર્તાઓ અને નિરંતર મોજમસ્તી સાથે સમૃદ્ધ દિવસ માટે અમદાવાદની મુલાકાત લીધી હતી!
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આ આઈકોનિક જોડીએ નેસ્ટ પબ્લિક સ્કૂલ ખાતે બાળકો સાથે મોજમસ્તી કરી હતી, જ્યાં વાર્તાકથનકાર ડિંપલ સોલંકીએ ફિલ્મ પર આધારિત રોચક વાર્તાકથન સત્ર તૈયાર કરાયું હતું. વાર્તામાં ઈન્ટરએક્ટિવિટી અને રસપ્રદ ક્લિફફહેન્ગર્સ સાથે યુવા વિદ્યાર્થીઓમાં હિટ બની રહી હતી, જેઓ તેમનાં ફેવરીટ પાત્રોનાં નવાં સાહસો વિશે સાંભળવા રોમાંચિત હતા. ડિંપલ સોલંકી રૂટ્સનાં સ્થાપક છે, જે સંસ્થા વાર્તાકથન થકી શૈક્ષણિક પ્રણાલીમાં ક્રાંતિ લાવવા સમર્પિત છે અને અન્ય ક્રિયાત્મક પદ્ધતિઓ થકી બાળકો માટે વધુ આનંદિત શીખવાનો અનુભવ નિર્માણ કરે છે.
આ પછી પ્રતિષ્ઠિત ભંવર રાઠોર ડિઝાઈન સ્ટુડિયો સ્કૂલ ખાતે ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ કરાયું હતું, જ્યાં મોટુ પતલુના કટ્ટર ચાહકો વિદ્યાર્થીઓને મોટુ પતલુ સાથે ફિલ્મ જોવાનો મોકો મળ્યો હતો.
આ દિવસની પૂર્ણાહુતિ વિસામો કિડ્સ ફાઉન્ડેશનની વિશેષ મુલાકાત સાથે થઈ હતી, જ્યાં બંનેએ લગભગ 90 બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમને ફિલ્મમાંથી તેઓ શું અપેક્ષા રાખી શકે તેની ઝાંખી કરાવી હતી અને તે પછી અમુક મોજમસ્તીભરી પ્રવૃત્તિની શીટ્સથી તેમને આશ્ચર્ય આપ્યું હતું. વિસામો કિડ્સ ફાઉન્ડેશન અમદાવાદ સ્થિત એનજીઓ છે, જે મૂળભૂત સુવિધાથી વંચિત છતાં ઉચ્ચ સંભાવના ધરવતા બાળકોના જીવનમાં પરિવર્તન લાવવાનો ધ્યેય છે. દરેક બાળક મોટુ અને પતલુથી પ્રભાવિત થઈને અવિસ્મરણીય યાદો નિર્માણ કરી હતી.
મોટુ-પતલુની અમદાવાદની મુલાકાતે દેખીતી રીતે જ ચર્ચા જગાવી હતી, જેને લઈ આગામી ફિલ્મ વર્ષની સૌથી બહુપ્રતિક્ષિત રિલીઝમાંથી એક બની રહેશે. નિકે આ મોજમસ્તીમાં જોડાવા માટે સર્વ ચાહકોને આમંત્રિત કર્યા હતા અને 15મી ઓગસ્ટે બપોરે 1.30 વાગ્યાથી નિક પર નવી ફિલ્મ અચૂક જોવા અનુરોધ કર્યો હતો.