ડીસા વોર્ડ નં.-3 માં આવેલ જોખમનગર વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા એક દિવ્યાંગ વૃદ્ધ પર જુની અદાવત રાખી ધોકા વડે હુમલો કરાયો હતો. જેમાં એક શખ્સ સહિત ત્રણ મહિલા સામે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
ડીસા જોખમનગર વિસ્તારમાં પાર્લર ચલાવી એકલવાયું જીવન જીવતા મનહરભાઈ જૈન દુકાનમાં શનિવારે સવારે બેઠા હતા. જે દરમિયાન બાજુમાં રહેતા સીતાબેન મીર મનહરભાઈ જૈનના ઘરે પાણી ભરવા આવતાં મધુબેન ઠાકોર આવી સીતાબેનને કહેલ તમો કેમ અહીંયા પાણી ભરવા આવો છો તેમ કહી બોલાચાલી થઈ હતી.
જે બાદ મધુબેન વદનજી ઠાકોરનો પુત્ર મહેશભાઈ ઠાકોર આવી મનહરભાઈ જૈન સાથે બોલાચાલી કરી જૂની અદાવત રાખી ધોકા વડે હુમલો કરાતાં સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે.
ત્યારે હૂમલો કરનાર શખ્સે સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ મનહરભાઈ દ્વારા કરવામાં આવ્યા છે. મનહરભાઈ જૈન દ્વારા હૂમલો કરનાર મધુબેન વદનજી ઠાકોર, મહેશભાઈ વદનજી ઠાકોર, હેતલબેન ઠાકોર અને શારદાબેન ઠાકોર સામે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.