ડીસા તાલુકાના નાની આખોલમાં આવેલ મહાકાળી માતાજી મંદિરના પાછળના ભાગમાં યુ.જી.વી.સી.એલ. કાર્યપાલક ઇજનેર-ડીસા 1 અને 2 ની કચેરીમાં બિરાજમાન શ્રી લીમડીવાળા ગોગા મહારાજના મંદિરે શુક્રવારે શ્રાવણ સુદ-5 નિમિત્તે યજ્ઞ યોજાયો હતો.

જેમાં યજ્ઞના મુખ્ય યજમાન યુ.જી.વી.સી.એલ.ના કોન્ટ્રાક્ટર એમ.એસ.પરમાર અને પ્રવિણભાઇ જે. જાેષી બિરાજમાન થયા હતા. જ્યારે યુ.જી.વી.સી.એલ. પરિવારે યજ્ઞમાં આહુતી આપી ધન્યતા અનુભવી હતી.જ્યારે યુ.જી.વી.સી.એલ. પરિવાર અને ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો હતો.

આ પ્રસંગે ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડ વિભાગીય કચેરી-1 અને 2 ના કાર્યપાલક ઇજનેર, ડીસા યુ.જી.વી.સી.એલ. પરિવારના સભ્યો અને નાની આખોલના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.