દેશ આજે 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી નવમીવાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું, “આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને ઘણી શુભેચ્છાઓ. અભિનંદન. તેમણે કહ્યું, “આઝાદીના આ અમૃત ઉત્સવ પર વિશ્વભરમાં ફેલાયેલા ભારત પ્રેમીઓને, ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન.
સ્વતંત્રતા દિવસ ઉપર દેશભરમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ત્રિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ દેશને તેના 76માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ પછી તેઓ રાજઘાટ પહોંચ્યા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી. ત્યાર બાદ લાલ કિલ્લાની કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવ્યો હતો.
આ પ્રસંગે PM મોદીએ ક્રાંતિવીરોને યાદ કર્યા અને કહ્યું આજે તેઓને નમન કરવાનો અવસર છે,તેઓએ
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સહિત અનેક વિરાંગનાઓએ બલિદાનને યાદ કર્યા હતા.