ડીસાના નવા બસ સ્ટેશનમાં બસમાં ચડતી વખતે ખેડૂતના પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા બે લાખ ગઠિયો સેરવી છૂમંતર થઇ ગયો હતો.આ બનાવને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.આ અંગે ખેડૂતે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસાના ભીલડીમાં રહેતા નશીરુદિન શાહમહમંદ મુસલમાન તેઓ નોકરી અને ખેતી કામ કરે છે અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે.
બુધવારે સાંજે ડીસામાંથી નોકરી કરી ઘરે જતી વેળાએ ઘર કામ માટે પૈસાની જરૂર હોઈ બે લાખ લઈને જવા નીકળેલા હતા અને ડીસાના નવા બસ સ્ટેશનમાંથી ભીલડી જવા રાધનપુર-પાલનપુર બસમાં બેસવા જઈ રહ્યા હતા તે સમયે થેલી હતી.
જે બસમાં ચડતી વેળાએ કોઇ ગઠિયાએ કાઢી લીધી હતી.અને બસમાં ચડી ચેક કરતા થેલી મળી આવી નહતી અને ખિસ્સુ ખાલી લાગતા શોધખોળ કરી પરંતુ મળી ન આવતા નશીરુદિન મુસલમાનએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ આપતાં ડીસા ઉત્તર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.