શંખેશ્વર ખાતે સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી
રાજ્યકક્ષાના મંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલાના હસ્તે લહેરાયો ત્રિરંગો
આઝાદી માટે બલિદાન આપનારા વીરોને નમન :- શ્રીકીર્તિસિંહ વાઘેલા
એક ભારત નેક ભારત થકી શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરીએ :- શ્રીકીર્તિસિંહ વાઘેલા
આઝાદીના અમૃત મહોત્સવમાં હર ઘર તિરંગા અભિયાન થકી વિશ્વમાં ત્રિરંગાનું માન સન્માન વધ્યું છે :- શ્રીકીર્તિસિંહ વાઘેલા
રામરાજ્યની પરીકલ્પના વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સાકાર થઈ રહી છે :- શ્રી કીર્તિસિંહ વાઘેલા
પાટણના શંખેશ્વર મુકામે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા ઉપસ્થિતિમાં યોજાયો. મંત્રીશ્રીએ ધ્વજવંદન કરાવી પાટણ જિલ્લાના નાગરિકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી. પાટણના ધ્વજ વંદન સમારોહમાં ઉપસ્થિત રાજ્યકક્ષાના મંત્રીશ્રી કીર્તિસિંહ વાઘેલાએ પાટણના સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા. પાટણના ભવ્ય ઐતિહાસિક ઐતિહાસિક વારસાને યાદ કરી પાટણ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટેની પરિકલ્પના સેવી હતી.
સ્વતંત્રતા પર્વની ઉજવણી સમારોહમાં ઉપસ્થિત રહેલા રાજ્યકક્ષાના મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ ધ્વજવંદન કરાવ્યા બાદ પોલીસ પરેડ નું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ પરેડના નિરીક્ષણ બાદ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત નાગરિકોનો અભિવાદન કર્યું હતું. જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાંટીને જિલ્લાના વિકાસ માટે 25 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યું હતું.
આજે યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં રાજ્યના શિક્ષણમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યની સરકાર લોકોના સર્વાંગી વિકાસ માટે સતત કામગીરી કરી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સતત પ્રજા લક્ષી કામો કરી પ્રજા સુખાકારી માટેના અવિરત પ્રયાસો કરી રહ્યા છે. સરકારના અથાગ પ્રયત્નો થકી શિક્ષણ આરોગ્ય, માર્ગ, સિંચાઈ, પાણી તેમજ અન્ય સુવિધાઓનો નોંધપાત્ર વિકાસ થયો છે.
આજે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે. જે અંતર્ગત ઘર ઘર તિરંગા લોકોએ લગાવી દેશભાવનાને વધુ જાગ્રત કરી રહ્યા છે. હર ઘર તિરંગા અભિયાન થકી ન માત્ર દેશમાં પરંતુ વિશ્વમાં આજે તિરંગો માનભેર લહેરાઈ રહ્યો છે. ગુજરાતના વિકાસની વાત કરવામાં આવે તો છેલ્લા 25 વર્ષમાં ગુજરાતી કરેલો વિકાસ ભારતની ઓળખ બન્યો છે. જેથી આજે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે.
પોતાના પ્રાસંગિક પ્રવચનમાં રાજ્યના શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલા જણાવ્યું હતું કે ગુજરાત આજે શિક્ષણની દિશામાં અગ્રેસર બન્યું છે. ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી મોડલ સ્કૂલો આજે ગરીબ બાળકોને ઉચ્ચ સુવિધા યુક્ત શિક્ષણ પૂરું પાડી રહી છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટના લઈને 21000 ઓરડા મંજૂર કરવામાં આવ્યા છે. જેના માટે ગુજરાતની રાજ્ય સરકારે 10,000 કરોડ બજેટ ફાળવી કરી શિક્ષણ વધુ ગુણવત્તાસભર બને તે માટે સતત પ્રયત્નશીલ બની છે. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 10,000 જેટલા વિદ્યાસહાયકોની ભરતી પણ કરવામાં આવી છે.
ગુજરાતના સર્વાંગી વિકાસની વાત કરતા રાજ્યના શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે રાજ્યમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિનો અમલ થાય તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. ગુજરાતમાં સરકારે ઊભી કરેલી સ્વાસ્થ્ય સુવિધાઓના કારણે આજે ગંભીર બીમારીઓમાં પણ દર્દીને સારવાર મળતી થઈ છે. આયુષ્માન કાર્ડ અને મા કાર્ડ દ્વારા ગરીબ લોકોને સ્વાસ્થ્યની સુવિધાઓ મળતા ગુજરાત વધુ નિરોગી બન્યું છે.
આજે શંખેશ્વર મુકાયેલા મુકામે યોજાયેલા જીલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી દિલીપભાઈ ઠાકોર, જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ. સોલંકી, જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, જિલ્લા ભાજપના પ્રમુખ દશરથભાઈ ઠાકોર તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારી તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહી સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી કરી હતી.