દેશમાં 75માં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે ભારતમા ધામધૂમપૂર્વક સ્વતંત્રદિવસની ઉજવણી કરવામાં આવી છે. આજે દેશના જનમાર્ગે પર, દેશભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્રમોદી આહવાન હર ઘર તિરંગા અભિયાનમાં લોકો ઉત્સાહભેર જોડાયા છે તમામ સરકારી કચેરીઓ. ખાનગી ઓફિસો.વ્યવસાયિક સ્થળો, બંગ્લાઓથી લઇ ઝૂંપડા સધી તિરંગા જોવા મળ્યો હતો દેશના તમામ રાજ્યમાં શહેરો, ગામડાઓમાં તિરંગાની લહેર જોવા મળી હતી અને રાષ્ટ્રીય પર્વની રંગચંગે ઉજવણી કરવામાં આવી રહી છે.
અમદાવાદના ખાનપુરના જેપી ચોક ખાતે જમીઅત ઉલમા- એ હિન્દ દ્રારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્ર દિવસ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યુ હતુ જેમાં મુખ્યમહેમાન તરીકે ભારત ટીમના પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના ઉદબોધન દરમિયાન રાષ્ટ્રીય પર્વની સૌ કોઇને શુભેચ્છા પાઠવી ભારતના યુવાનોને દેશની પ્રગતિમાં ફાળો આપવા સંદેશા આપ્યો હતો આ પ્રસંગે અમદાવાદ સેકટર- 1 સંયુક્ત પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારી પણ ખાસ હાજરી આપી હતી
જયાં જમીઅત ઉલમા હિંદના આગેવાનો દ્રારા તેમનો પુષ્પગુચ્છા, અને સાલ ઉઢાડી અભિવાદન કર્યુ હતુ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો , તેમજ વુદ્રો જોડાયા હતા અને કાર્યક્રમને શાંતિપૂર્વક માહોલમાં સંભાળી દેશભકિતના જયઘોષ બોલવામાં આવ્યા હતા અને તમામ ધર્મ,જાતિ, જ્ઞાતિથી પર રહી રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં સમ્રગ દેશમાં તિરંગામય વાતવરણમાં રંગાયેલુ જોવા મળી રહ્યો છે