💠 ગઈકાલે પીવીઆર ખાતે એક જોરદાર ગુજરાતી ફિલ્મ નટવર ઉર્ફે 𝙉𝙏𝙍  નો જોરદાર ગ્રાન્ટ પ્રીમિયર શો યોજાઈ ગયો હતો, શહેર માં બે મોટા પ્રોગ્રામ હોવા છતાં દરેક મહેમાનો હાજર રહ્યા હતા, ચેતન દૈયા સાત થી આઠ નું પોતાનું નાટક પતાવીને સમયસર હાજર હતા, હાઉસફુલ સ્કીન અને અમુક મહેમાનોએ દાદરમાં પણ આ ફિલ્મ આખી જોઈ છે, ફિલ્મ પૂરી થતાની સાથે જ દરેક વ્યક્તિઓએ ઊભા થઈને પાડીને એક ખુશી નો જબરજસ્ત માહોલ સાથે ફિલ્મની આખી સ્ટાર કાસ્ટને વધાવી લીધી, આ વખતે લખાણ ની વાત થોડી લાંબી થવાની છે, 💠 આ ફિલ્મના પ્રોડ્યુસર છ છે,  સમય નહિ બગાડતા થોડી વાત કરી લઈએ ફિલ્મ વિશે...
🎬 નટવર ઉર્ફે NTR ઉર્ફે ચેતન દૈયા ફિલ્મ ના મુખ્ય કિરદાર મા છે. આ ફિલ્મ જેની સ્ટોરી પણ એમણે જ લખી છે, કોવીડ પછી એમની સ્ટોરી, લખાણ, ડાયલોગ, અને સ્લોટ,  મજબૂત લખાય છે. એમના માટે ખૂબ ખૂબ અભિનંદન⚘️
💠 ડાયરેક્ટ સ્ટોરી ની વાત કરું તો ચેતન દયા NTR 50 વર્ષની ઉંમર પછી કોલેજમાં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરવા જાય છે, પોતાની એક ફેમિલી લાઈફ છોડીને જેમની એક દુકાન પણ છે, કોલેજમાં એડમિશન માટે પ્રિન્સિપાલ તરીકે રાગી જાની ને મળે છે, પોતાની રીતે ચાલાકી થી એડમિશન મેળવી લેવામાં કામયાબ રહે છે, આગળ બન્ને જોરદાર કામ છે, રાગી જાની અને ચેતન દૈયા ને એક ફ્રેમ માં જોવાની મજા કંઈક અલગ જ હોય, એમાંય જ્યારે રાગી જાની ને બોલવાનું હોય અને ચેતનભાઇ ના નામે એટલા ડાયલોગ એ અમુક સીન માં નથી ત્યારે માણવાની બહુ મજા આવે, 
💠 કોલેજ માં ટોળકી ઓ એટલે કે ગેંગ સાથે મુલાકાત થાય, આંચલ શાહ'  જે ગેંગની મુખ્ય લીડર ની ભૂમિકામાં છે, જે સારી સ્ટુડન્ટ પણ છે એની સાથે મુલાકાત થાય અને નટવર માંથી નવો કિરદાર NTR બનાવવાની પ્રક્રિયા ચાલુ થાય, આ  દોસ્તી દરમિયાન કોલેજ મિત્રોને એવું લાગે કે ચેતન દૈયા અને આંચલ વચ્ચે નુ  પ્રેમ પ્રકરણ છે, મજાક મસ્તી નાઇટ લાઇફ સારા બતવેલ છે. ત્યારબાદ એ જ કોલેજ માં NTR  નો પુત્ર એટલે મૌલિક ચૌહાણ, ની એન્ટ્રી થાય એ પણ આંચલ ને પ્રેમ કરતો હોય,  અને એ પણ આ ગેરસમજ નો શિકાર બને છે, પછી જે આર્ટીઘૂંટી ની વાર્તાઓ શરૂ થાય, બહુ જ મજા ની ફિલ્મ છે, એનટીઆર ના દાદા તરીકે અર્ચન ત્રિવેદી ના ફલેશબેક માં બે સીન માટે આવે છે, પણ પોતાની છાપ છોડીને જાય છે, એનટીઆર ની પત્ની કલ્પના ગાગડેગર ચાર ચોપડી પાસ અભણ આવા શબ્દો સાંભળતી માં  પણ તમારા ફિલ્મ મા અને નટવરના જીવન માં મુખ્ય પાત્ર છે, બહુ જોરદાર એમનું પણ વર્ક છે, ક્લાઈમેક્સ એટલો સુંદરતા સાથે પૂરો પણ થાય છે, અને એનટીઆર ટુ બનાવવા માટે આગળ લખવાનું મન પણ થાય એવો એક મેસેજ સાથે પિક્ચર પૂરી થાય છે,
💠 50 વર્ષની ઉંમરે કોલેજમાં કેમ જવું પડ્યું, બાપ એ હંમેશા બાપ જ હોય, એવું આ નવી જનરેશનને માનવું પડે, અને બાપાઓ એ પણ માનવું પડે, કે નવી જનરેશન પણ આપણા બાપ હોય તો, આ શ્રાવણ મહિના માં જલ્દીથી સુપર ડુપર હિટ ફિલ્મ જોઈ આવો ,પૈસા બિલકુલ નહીં બગડે એની ગેરંટી હું આપું છું, જેને ના ગમે એ થોડી મસ્તી અને સંવેદના કોઈ ટેબલેટ આવતી હોય તો ખાઈ લેજો, બાકી ફિલ્મ વિશે લખીશ તો પાનામાં પણ ભરાઈ જાય, પણ મજા આવશે, ચેતન દૈયા ની સ્ટોરી અને દિવીશ રાવલ નું ડિરેક્શન આ બે મજબૂત સમન્વય કોન્સેપ્ટ છે. એ આ ફિલ્મને એકદમ ઊંચાઈ પર લઈ જવામાં બહુ મોટું કામ કરે છે. ખરેખર તો એનટીઆરનું લખાણ જ એનટીઆર નો હીરો છે અને ચેતન દૈયા સિવાય લગભગ આ ફ્રેમમાં તમે કોઈને જોઈ શકો એ વાત તમને માન્યામાં જ નહીં આવે. 💠 બીજા નાના નાના પાત્રમાં ઘણા બધા કેરેક્ટર છે જેમણે પોતાનું ભાગે આવેલું કામ ફિલ્મ ને હીટ સાબિત કરી આગળ લઈ જવામાં પૂરી રીતે ભાગ ભજવે છે. ઘણા બધા નામ હોવાથી નામ લખતા નથી. તો જલ્દીથી ફુલ ફેમિલી સાથે જોઈ આવો. બુક કરી લો આપણે ત્યાં ફિલ્મો બહુ જલ્દીથી જતી રહે છે, અને મોટા પડદે જોવાની મજા બહુ અલગ હોય છે.  મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ કોન્સેપ્ટ કેમેરા પર બધું જ પરફેક્ટ, પરફેક્ટ, પરફેક્ટ, ફરીથી એકવાર આખી ટીમને સાથે ટેકનિકલ ટીમને પણ ખુબ ખુબ અભિનંદન⚘️ રાહ નહીં જોતા બુક માય શો પર જલ્દીથી બુક કરી લો