સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં વિ ડી નગદીયા હાઈસ્કૂલના ઉપક્રમે ૭૬માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. 

   હાઈસ્કૂલના આચાર્ય દર્શનાબેન માલાણી તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા જેમાં ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રોએ સવારે ૭:૩૦ કલાકે પ્રભાતફેરી વિજપડી ગામમાં કાઢવામાં આવી હતી. 

ત્યારબાદ શાળાના પટાંગણમાં સવારે ૯:૦૦ કલાકે રમેશભાઈ મોડાસીયા ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૫મી ઓગસ્ટ ૭૬માં સ્વાતંત્ર્ય પર્વ નિમત્તે દેશમાં આઝાદીના ૭૫ વર્ષ પૂરા થયા તે માટે આઝાદી અમૃત મહોત્સવ માધ્યમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના સરપંચ તથા આગેવાનો, વડીલો, યુવા મિત્રો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહી શાળાના બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ માધ્યમિક શાળાના આચાર્યશ્રીએ સ્વતંત્ર દિવસનું મહત્વ સમજાવ્યું હતું. આમ આ વર્ષના આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા તે બાબતોને ગ્રામજનોને સમજાવી એ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના બાળકો તથા શિક્ષકમિત્રોએ ખૂબ જહેમત ઊઠાવી હતી. તમામ જાણકારી કાન્તિસર મોડાસીયા દ્વારા પ્રાપ્ત થયેલ 

  રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા