રાજયભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લીના મોડાસા ખાતેની સરકારી ઇજનેરી કોલેજ ગ્રાઉન્ડ નજીક સ્વાતંત્ર પર્વ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અહીં દેશભક્તિની ઉજવણીનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
મોડાસામાં સરકારી ઈજનેરી કોલેજ પાસેના ગ્રાઉન્ડમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલ આચાર્ય દેવદત્તજી ,કેન્દ્ર મંત્રી કુબેરભાઈ ડીડોર સાંસદ અને ધારાસભ્યો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શામળાજી મંદિરની રોશની અને વિકાસ માટે રૂ. પાંચ કરોડ જાહેર કર્યા હતા.
મોડાસા નગરપાલિકાના વિસ્તારના વિકાસ માટે અઢી કરોડ અને જિ.પં.માં આવતી પંચાયતોના વિકાસ માટે રૂ. અઢી કરોડનો ચેક કલેકટર અને DDOને અર્પણ કરવામાં આવ્યો હતો.
રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વ પૂર્વે મોડાસા ખાતે આવેલા મુખ્યમંત્રી પટેલે શામળાજીને યાત્રાધામ જાહેર કરીને અરવલ્લી જિલ્લાની નવી ભેટ આપી હતી અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે રાજ્યને ડેનમાર્ક બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.