આગામી વર્ષે માર્ચ-એપ્રિલમાં આયોજિત ધો.10 અને ધો.12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં લાંબા પ્રશ્નો 80 માર્કસના અને હેતુલક્ષી પ્રશ્નો 20 માર્કસના પૂછવામાં આવશે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12માં લાંબા પ્રશ્નો અને હેતુલક્ષી પ્રશ્નોના જવાબ માટેનો ગુણભાર 80:20નો રેશિયો રાખવામાં આવતો હતો પણ કોરોના ની સ્થિતિ ઉભી થતા કોરોનાના બે વર્ષના સમયમાં 70:30ના રેશિયો મુજબ પરીક્ષા લેવાતી હતી પણ હવે કોરોના ની સ્થિતિ થાળે પડતા હવેથી બોર્ડની પરીક્ષામાં લાંબા પ્રશ્નો 80 માર્કસના અને હેતુલક્ષી પ્રશ્નો 20 માર્કસના પૂછવામાં આવશે.
જોકે આ નિર્ણય બાદ કેટલાક તજજ્ઞો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને તેઓના મતે કોરોનાના બે વર્ષના સમયમાં 70:30ના રેશિયો મુજબ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હતા અને તે મુજબ હાલમાં પણ બજારમાં આ વિષયોના માર્ગદર્શન માટે જે સાહિત્ય ઉપલબ્ધ છે તે 70:30ના રેશિયોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે અને આ સાહિત્યમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારે આ વર્ષે પણ 70:30ના રેશિયો સાથે પરીક્ષા લેવાવી જોઇએ.
આમ,યોગ્ય વિચારણા કર્યા વગરજ અને તે પ્રકારના સાહિત્ય ઉપલબ્ધ કરવા વગરજ પહેલાની જેમ નક્કી કરી દેવા મામલે કચવાટ જોવા મળી રહ્યો છે.