ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા અને ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો..

નીરજ બોરાણા બનાસકાંઠા 

ડીસા : ટી.સી. ડી.ગ્રાઉન્ડ ,ડીસા ખાતે મગનભાઈ માળી (પૂર્વ ચેરમેન, વેરહાઉસ કોર્પોરેશન ) ના અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પરિષદ મહા વિજય શાખા ડીસા અને ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ ના ઉપક્રમે વૃક્ષારોપણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રમેશભાઈ દેલવાડીયા (પ્રમુખ, ડીસા શહેર ભાજપ) નિલેશભાઈ ઠક્કર (પૂર્વ કોર્પોરેટર) મહા વિજય શાખા ના દિનેશભાઈ ઠક્કર (પ્રમુખ) પ્રવીણભાઈ સાધુ (મંત્રી) કમલેશભાઈ રાચ્છ, નરેશભાઈ ઉડેચા, રમેશભાઈ શાહ, સુરેશભાઈ ઠક્કર, નિલેશભાઈ સોની, હસમુખભાઈ દવે, સચીનભાઈ ઠક્કર, પ્રકાશભાઈ ઠક્કર, રામસા જાગીડ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, પંકજભાઈ સોની, ડૉ. અરવિંદભાઈ ઠક્કર, અશોકભાઈ મજેઠીયા, દિનેશભાઈ ચોકસી, આશાબેન ઠક્કર, ઇન્દુબેન જાગીડ, ચંદ્રાબેન, ચેતનાબેન ઠક્કર, ભાર્ગવભાઈ ભટ્ટ, રવિભાઈ અખાણી (પ્રોજેક્ટ ચેરમેન) હિરેનભાઈ ઠક્કર અને ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ ના 40 ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા રોપા રોપવામાં આવ્યા હતા, કાર્યક્રમ ના અધ્યક્ષ મગનભાઈ માળી દ્વારા વધુ વૃક્ષો વાવી અને તેનું જતન કરી ઉછેરવા અને પર્યાવરણ ની સમતુલા જાળવવા વિવિધ ઉદાહરણ સહિત અપીલ કરી હતી, પ્રોજેક્ટ ચેરમેન શ્રી રવિભાઈ અખાણી અને પ્રવીણભાઈ સાધુ (મંત્રી) દ્વારા "એક પેડ મા કે નામ" કાર્યક્રમ અંતર્ગત વધુમાં વધુ વૃક્ષો વાવી અને ભવિષ્યની પેઢીની સલામતી અને સુખાકારી માટે લોક અભિયાન કરી જાગૃતતા કેળવવા અંગે જણાવ્યું હતું, કાર્યક્રમ ની આભાર વિધિ સુરેશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી હતી..