સ્વતંત્રતા દિવસ એ દેશ માટે એક સકારાત્મક ઘટના છે : જીજ્ઞા શેઠ

પાટણ : આઝાદી કા અમૃત મહોત્સવ.હર ઘર તિરંગા એ મેરે વતન કે લોગો,જરા આંખમે ભર લો પાની જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની. ભારત વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે તેને ભારત,હિન્દુસ્તાન અને આર્યાવર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત એક એવો દેશ છે જ્યાં લોકો વિવિધ ભાષાઓ બોલે છે અને વિવિધ જાતિ,ધર્મ,સંપ્રદાય અને સંસ્કૃતિના લોકો સાથે રહે છે.તેથી જ ભારતને ‘વિવિધતામાં એકતા’નો દેશ કહેવામાં આવે છે.૧૪મી ઓગસ્ટ-૧૯૪૭ની મધ્યરાત્રીએ બસો વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી દેશ આઝાદ થયો એ પછી બિનસાંપ્રદાયિક લોકશાહી શાસન વ્યવસ્થા અમલી થઈ.૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના સૂર્યોદય સાથે સ્વાતંત્ર્ય દિનનો ઉત્સાહ પ્રજાના હ્રદય મનમાં ઉછળ્યો.જેને પંચોતેર વર્ષ પૂરા છોતેર વર્ષ થયા. આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવણી કરી રહયા છીએ ત્યારે કંઈક આજે જાણીએ.સ્વતંત્રતા દિવસએ દેશ માટે એક સકારાત્મક ઘટના છે કારણ કે આ દિવસે આપણે બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયા હતા.તે સમગ્ર દેશમાં વિવિધ વ્યક્તિઓને એક કરે છે.વિવિધતામાં એકતા એ ભારતનો મૂળભૂત માર્ગ અને શક્તિ છે.અમે ગ્રહ પરના સૌથી મોટા બહુમતી શાસનવાળા દેશનો એક ભાગ બનવાનો આનંદ અનુભવીએ છીએ,જ્યાં આપણે લોકશાહીમાં રહીએ છીએ.