બોટાદ ગુરુકુળ ખાતે નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી
નારી વદંન ઉત્સવ અંતર્ગત મહીલા નેતૃત્વ દિવસ ઉપક્રમે બોટાદ ગુરુકુળ ખાતે જાગૃતિ કાર્યક્રમ કરવા મા આવ્યો જેમાં વિધાર્થીનીઓ ને કાયદાકીય અને યોજનાકીય માહિતી અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું આયોજન જીલ્લા મહીલા બાળ અધિકારી કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગ માં ધોરણ 9 થી 12 નાં બહેનોને બોટાદ જિલ્લા પોલીસ ડીપાર્ટમેન્ટ સી ટીમ પીબીએસસી ઓએસસી વિએમકે તથા “અભયમ હેલ્પલાઇન 181” અંતર્ગત આજના આધુનિક સમયમાં સમાજમાં શોષિત,પીડિત તથા જીવન સંઘર્ષ થી પરેશાન મહિલાઓને સ્વ - સુરક્ષા તેમજ સ્વ - સ્વમાનની સાથે સામાજિક સંબંધોમાં મોભાનું સ્થાનની સાથે ગૌરવની લાગણી અનુભવે તથા ઉમદા હેતુથી મહિલામાં આત્મ સમ્માન ની સાથે “ પુરુષની સમોવડી મહિલા બની” કુટુંબથી લઈ રાષ્ટ્ર નિર્માણ તથા રાષ્ટ્રીય સેવામાં યોગદાન આપે... બોટાદ જિલ્લા થકી મહિલા અને બાળ વિકાસ ગુજરાત સરકાર આયોજિત “ નારી વંદન ઉત્સવ ” સ્માર્ટ વિભાગના સંચાલક રવિરાજ સર તથા આચાર્ય કે.સી.મહેતા સર ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીબીએસસી કાઉન્સેલર દ્વારા કરવામાં આવ્યું હતું.