પાલનપુરના દલવાડા ગામમાં રસ્તા પર ચાલવા મામલે બોલાચાલી થયા બાદ એક ઈસમ દ્વારા ઈંટનો છૂટો ઘા કરતા એક મહિલાને લાગી જવાથી તેનું મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સામાન્ય બોલાચાલીમાં બબાલ થયા બાદ મહિલાનું મોત નિપજતા પરિવારજનો પર આભ ફાટ્યું હતું.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ઘણીવાર નજીવી બોલાચાલીની બાબતોમાં પરિવારમાંથી કોકને જીવ ગુમાવવાના વારા આવતો હોય છે. આવી જ ઘટના પાલનપુર તાલુકાના દલવાડા ગામે સામે આવી છે. જેમાં દલવાડા ગામના રાજેશજી ઠાકોર કરિયાણા તેમજ શાકભાજીની દુકાન ચલાવે છે. રાજેશજીની દુકાનથી ઘર તરફ જવાનો એક કાચો રસ્તો નીકળે છે.

જેમાં બપોરના સમયે આજે એક ફેરિયો ગાડી લઈ દિનેશજી ઉર્ફ ધનાજી ઠાકોરના ઘરના આગળથી પસાર થઈ રાજેશજીની દુકાને પહોંચેલ હતો. તે સમય દરમિયાન આ દિનેશજીના પુત્ર કિરણજી ઠાકોર હાજર હોવાથી ઉંચા અવાજે કહ્યું કે અહીંયાથી ગાડીઓ કેમ લઈને જાઓ છો? તેમ કહી જેમતેમ ભૂંડી ગાળો રાજેશજી તેમજ તેમના પરિવારને બોલવા લાગ્યો હતો. જેથી રાજેશજી ઠાકોર, કિરણજીના ઘરના આગળ જઈ કહ્યું કે, આ રસ્તો જાહેર છે. આ વાહનો અમારી દુકાન તરફ આવે છે. જે કહેતા જ કિરણજી ઠાકોર ગાળો બોલતા કિરણજી અને રાજેશજી વચ્ચે ઝપાઝપી થઈ હતી.

કિરણજી ઠાકોરે, રાજેશજી ઠાકોરને ગડદાપાટુનો માર મારી હાથે બચકું ભરી લીધું હતું. હાજર લોકો એ તેમને બંનેને જુદા પાડી પોત પોતાના ઘર તરફ વાળ્યા હતા. જોકે કિરણજી ઠાકોરે પોતાના કોટ ઉપર રાખેલી ઈંટો લઈ છુટ્ટી રાજેશજી તેમજ તેમના પરિવારને મારવા લાગ્યો હતો. જેથી એક ઈટ રાજેશજીની માતાને પીઠના ભાગે લાગતાતે મહિલા ઢળી પડ્યા હતા. રાજેશ જી સહિત પરિવારજનો મહિલાને તાત્કાલીક ઈકોગાડીમાં સારવાર માટે ગઢ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા પરિવારે તત્કાલિક તેમને પાલનપુર પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ ગયા હતા.

જોકે, ત્યાં પણ ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે. પરિવારે મૃત માતાને ચંડીસર સી.એચ.સી. હોસ્પિટલમાં પી.એમ. અર્થ ખસેડી ગઢ પોલીસ મથકે કિરણજી ઠાકોર પર ગુનો નોંધાવ્યો છે. ગઢ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.