તળાજા તાલુકાના ઉંચડી ગામે સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી.
ઉંચડી કેન્દ્રવતી શાળા અને પ્લોટ પ્રાથમિક શાળા ની આગેવાની માં કેન્દ્રવતી શાળા માં ઊજવણી કરવામાં આવી. સૌ પ્રથમ શાળા બાળકો દ્વારા પ્રભાત ફેરી કરવામાં આવી અને રાષ્ટ્રભક્તિ નારા લગાવ્યા કે ભારત માંતા કી જય, વંદે માતરમ્, આઝાદી અમર રહો, વગરે દેશ ભક્તિ નારા અને ગીત સાથે રેલી યોજી હતી. ત્યાર બાદ ગામ નાં સરપંચ શ્રી ખેર લખમણભાઈ ભીખાભાઈ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું ત્યાર બાદ રાષ્ટ્રગીત અને ઝંડા ગીત ગવાયું અને ત્યાર બાદ સ્વાગત અભિનય શાળા ની બહેનો દ્વારા કરવામાં આવ્યું, અને ત્યાર બાદ વિધધ શાળા નો સાંસ્કૃતિ કાર્ય ક્રમ યોજાયો અને શાળા ના વિદ્યર્થીઓ ને ઉંચડી ગામના સરપંચ શ્રી દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને ત્યાર બાદ શાળા આચાર્ય શ્રી ઢાપા પ્રદીપભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી અને અંત માં વિદ્યાર્થી ઓને બટુક ભોજન કરી ને કાર્ય ક્ર્મ ને પુર્ણ જાહેર કર્યો.