ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે. આજે ડીસામાં બે ડિગ્રી તાપમાન ઘટી જતા લઘુતમ તાપમાન 11.3 ડિગ્રી નોંધાયું હતું જેથી લોકો ઠંડીમાં ઠુઠવાયા હતા.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

કાશ્મીરમાં ભારે હિમવર્ષાની સીધી અસર ગુજરાત અને બનાસકાંઠામાં પણ થઈ રહી છે. આજે બનાસકાંઠા જિલ્લામાં પણ તાપમાનનો પારો ગગડી ગયો હતો. ડીસામાં આજે લઘુતમ તાપમાન 11.3 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. ગઈકાલે લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી રહ્યું હતું. જેમાં 1.9 ડિગ્રી જેટલો ઘટાડો થતાં આજે 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

છેલ્લા બે દિવસમાં જ કોલ્ડવેવના કારણે તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. અઠવાડિયા અગાઉ 14થી 15 ડિગ્રી તાપમાન રહેતું હતું તે ઘટીને પારો 11 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જેની સીધી અસર લોકોના જનજીવન પર પણ જોવા મળી રહી છે. લોકોને રાતે તો ઠીક પરંતુ દિવસે પણ ગરમ કપડાં પહેરીને જ ઘરની બહાર નિકળવાનો વારો આવ્યો છે.

રાત્રે પણ લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે અને દિવસ દરમિયાન પણ લોકો ગરમ કપડાં પહેરી ને જ ઘરની બહાર નીકળી રહ્યા છે. જોકે આગામી સમયમાં હજુ પણ કોલ્ડવેવની સ્થિતિ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જેથી લોકોએ હજુ પણ વધારે ઠંડીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ બની શકે છે.