આઝાદીના 75 વર્ષ પૂરા થયા અને 76માં સ્વતંત્રતા દિવસના અવસરે જુના માલકનેશ પ્રાથમિક શાળાના નાના બાળકો દ્વારા આજે પ્રભાત ફેરી દ્વારા ગામના મુખ્ય માર્ગો પર દેશભક્તિના નારાઓથી શેરીઓ ગુંજી ઉઠી હતી. ત્યારબાદ રાષ્ટ્રધ્વજ ગામના સરપંચ પ્રતિનિધિ શ્રી મથુરભાઈ પરમારના વરદ હસ્તે ફરકાવવામાં આવ્યો હતો.તેમજ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાટક,દેશભક્તિ ગીતો, રાસ વગેરે કાર્યક્રમો બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને મનીષભાઈ તંતી દ્વારા બોલપેન ભેટરૂપે આપવામાં આવી હતી.તેમજ ગામમાંથી સરપંચ કૈલાસબેન પરમાર, ઉપ્ સરપંચ શ્રી અનકભાઈ કોટિલા, માજી સરપંચ શ્રી મગનભાઈ સાવલિયા,એસ.એમ.સી અધ્યક્ષ અરવિંદભાઈ શિયાળ, ખાંભા તાલુકાના પત્રકાર એકતા પરિષદ પ્રમુખશ્રી હસમુખભાઈ શિયાળ,આંગણવાડી વર્કર કમળાબેન હરિયાણી,સહાયક, તારાબેન જાની તેમજ ગામના યુવાનો વડીલો ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના સ્ટાફ આચાર્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,કપિલભાઇ ઉપાધ્યાય,ધર્મેન્દ્રભાઈ બારીયા,કૃતિબેન તંતી એ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કપીલભાઈ ઉપાધ્યાયએ કર્યું હતું