આજ થી ગુજરાતી શ્રાવણ માસ નો પ્રારંભ થયો છે ત્યારે હજારો સે શિવભક્તો આજથી મહાદેવના ભક્તિમાં રંગાયા છે ત્યારે આજે અંબાજી નજીક આવેલા અતિ પ્રાચીન અને પૌરાણિક શિવ મંદિર કોટેશ્વર મહાદેવ ખાતે હજારો શિવભક્તોની ભારે ભીડ ઉમટી હતી મંત્રો દ્વારા અને હર હર મહાદેવના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું કોટેશ્વર ખાતે સરસ્વતી નદી પણ આવેલી છે ત્યારે હજારો શિવ ભક્તો કોટેશ્વર માં આવેલી સરસ્વતી નદી માં સ્નાન કરી મહાદેવને જલ અભિષેક કરતા હોય છે ત્યારે કોટેશ્વર મહાદેવ ને પણ આજે દૂધ,ધી, જલ વડે મહાદેવ નો અભિષેક કરવામાં આવ્યો હતો શ્રાવણ માસમાં મહાદેવની વિશેષ મહિમા ભક્તો ઉપર હોય છે ત્યારે શ્રાવણ માસમાં ભક્તો મહાદેવના મંદિરોમાં ઉમડતા હોય છે એવી જ રીતે અંબાજીમાં આજે ઘણા શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી