ભારત વિકાસ પરિષદ મહા વિજય શાખા ,ડીસાની મહિલા પાંખ દ્વારા ગૌરીવ્રત કન્યાઓનું પૂજન કરાયું..
ગંગેશ્વર મહાદેવ, વંદના બંગ્લોઝ પાસે , ડીસા ખાતે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ,મહિલા પાંખ દ્વારા ગૌરીવ્રત કરનાર કન્યાઓનું પૂજન શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ દરેક કન્યાઓને 'મેકઅપ કીટ ' આપવામાં આવી હતી..
ઉપસ્થિત તમામ કન્યાઓને ફરાળી નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દક્ષાબેન જોશી (મહિલા સંયોજિકા ) નયનાબેન પંચાલ, અંકિતાબેન જોશી, અનિતાબેન જાની, ફાલગુનીબેન ડી. ચોકસી, ચંદાબેન પટેલ ,દિનેશભાઈ ઠક્કર (પ્રમુખ) પ્રવીણભાઈ સાધુ (મંત્રી) અને પ્રફુલભાઈ જોશી ઉપસ્થિત રહી કન્યાઓ ને આશીર્વાદ આપ્યા હતા..