વડગામ તાલુકાના કરશનપુરાના સંજયભાઈ રામજીભાઈ પરમાર દ્વારા ડીસા તાલુકાના માણેકપુરાના ગગાજી લીલાજી ઠાકોર સામે ચેક રીર્ટન કેસની ફરિયાદ વડગામ કોર્ટમાં કરવામાં આવી હતી.
આ અંગેનો કેસ શુક્રવારે ચાલી જતા ન્યાયાધીશે ફરિયાદીના વકીલ પરિમલ જી.શ્રીમાળી અને રાહુલ એમ.પરમારની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ગગાજી ઠાકોરને બે વર્ષની સાદી કેદની સજાનો હૂકમ કર્યો હતો તેમજ વળતરની રકમ રૂપિયા 70,000 હજાર 30 દિવસમાં જમા ન કરાવે તો વધુ 6 માસની સજાનો હૂકમ કર્યો હતો.