સુરેન્દ્રનગર જિલ્લામાં તા- 1/12/2023થી તા-3/12/2023 સુધી આયુર્વેદિક માદક સીરપ સેવન અંગેની સ્પેશલ ડ્રાઈવ રાખવામાં આવી છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આયુર્વેદિક પીણાની આડમાં ચાલતા નશાકારક સીરપના કારોબારનો પર્દાફાશ કરી કુલ રૂ. 21,26,510ની કિંમતની કુલ 15,023 બોટલો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે સુરેન્દ્રનગર દાળમીલ રોડ પર રૂદ્ર હેલ્થ કેરમાં એક બોક્ષમાં 40 બોટલો લેખે કુલ 70 બોક્ષમાં બોટલો નંગ 2800 કિંમત રૂ. 4,20,000 અને એક બોક્ષમાં 40 બોટલો લેખે કુલ 141 બોક્ષમાં બોટલો નંગ 5640 કિંમત રૂ. 8,46,000 અને જોરાવરનગર પોલીસ દ્વારા રતનપર શિવશક્તિ કોમ્પલેક્ષમાં મનવીર આયુર્વેદિ સ્ટોરમાંથી એક બોક્ષમાં 40 બોટલો લેખે કુલ 90 બોક્ષમાં બોટલો નંગ 3600 કિંમત રૂ. 5,40,000 અને એક બોક્ષમાં 40 બોટલો લેખે કુલ 15 બોક્ષમાં બોટલો નંગ 600 કિંમત રૂ. 90,000નો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા સુરેન્દ્રનગર નવા જંક્શન માંડવરાયજી પાનના ગલ્લા અને શિવશક્તિ ગોડાઉનમાંથી કુલ બોટલો નંગ 2161 કિંમત રૂ. 2,06,110, જ્યારે જોરાવરનગર પોલીસ દ્વારા માળોળ ગામેથી ખોડિયાર પાન નામની દુકાનમાંથી કુલ બોટલો નંગ 16 કિંમત રૂ.1600 અને થાનગઢ પોલીસે ઘોડેશ્વર ફાટક પાસેથી ચાવડા પાનની દુકાનમાંથી બોટલો નંગ 40 કિંમત રૂ. 4,000નો મુદામાલ ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા સુરેન્દ્રનગર પતરાવાળી પાસેથી બોટલો નંગ 122 કિંમત રૂ.12,200 અને સુરેન્દ્રનગર એસઓજી ટીમ દ્વારા ધ્રાંગધ્રા એનેક્ષી સોડા શોપમાંથી બોટલો નંગ 38 કિંમત રૂ.5700 અને ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્વારા હુસેની પોલીસ શોપમાંથી બોટલો નંગ 6 કિંમત રૂ.900 મળી સુરેન્દ્રનગર જિલ્લામાં આયુર્વેદિક પીણાની આડમાં ચાલતા નશાકારક સીરપના કારોબારનો પર્દાફાશ કરી કુલ રૂ. 21,26,510ની કિંમતની કુલ 15023 બોટલો ઝડપી પાડી આ તમામ મુદામાલ એફએસએલમાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રત્યેક રવિવાર, આઓ બુદ્ધ વિહાર.....
પ્રત્યેક રવિવાર, આઓ બુદ્ધ વિહાર.....
તારીખ 21/08/2022, રવિવારે "United Buddhist Sangh"...
દિવ ના ઘોઘલામા સરકારી જમીન પર બનાવેલા મકાનો નુ ડેમોલેસન કલેક્ટર દ્વારા અપાયા આદેશ
દિવ ના ઘોઘલામા સરકારી જમીન પર બનાવેલા મકાનો નુ ડેમોલેસન કલેક્ટર દ્વારા અપાયા આદેશ
ગુજરાત સરકાર સાથેની અરજીમાં દોષિતોને પક્ષકાર બનાવો: બિલ્કીસ બાનો કેસ પર CJI
2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતોને આપવામાં આવેલી માફીને પડકારતી...
બોટાદ જિલ્લાનું નામ રોશન કરતા દિવ્યાંગ કાજલબેન બોળીયા, સ્પે.ઓલમ્પિકમાં સિલ્વર મેડલ,શોભા યાત્રા યોજી
બોટાદ જિલ્લાનું નામ રોશન કરતા દિવ્યાંગ કાજલબેન બોળીયા, સ્પે.ઓલમ્પિકમાં સિલ્વર મેડલ,શોભા યાત્રા યોજી