મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા પ્રેરિત નારી વંદન ઉત્સવ સત્તા અન્વયે કાલોલ ની એમજીએસ હાઈ સ્કૂલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યું હતું જેમાં મહિલા બાળ વિકાસ ચેરમેન હીરાબેન રાઠોડ ,તાલુકા પંચાયત કાલોલ ના પ્રમુખ સવિતાબેન રાઠવા, મહિલા બાળ વિકાસ અધિકારી માધવીબેન ચૌહાણ શી ટીમના અધિકારી તેમજ બાળ સુરક્ષા અધિકારી રાજેશભાઈ ,સામાજીક કલ્યાણ નિરીક્ષક સુરેખાબેન, કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આરડી ભરવાડ, મંડળના ટ્રસ્ટી વિરેન્દ્ર મહેતા, યોગેશ મહેતા, જયંત મહેતા અને શાળાના આચાર્ય અને સુપરવાઇઝર તેમજ સ્ટાફ અને પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની બાળાઓ હાજર રહી હતી બાળ સુરક્ષા અધિકારીએ બાળકો માટેની હેલ્પલાઇન તેમજ વિવિધ યોજનાઓ ની માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું સમાજ કલ્યાણ અધિકારીએ છેડતી જેવા ગુના અટકાવવા માટે માહિતી આપી વિવિધ હેલ્પ લાઈન નંબર આપ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી ભરવાડ દ્વારા સાયબર ક્રાઇમ અટકાવવા માટે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ શી ટીમની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું