બનાસકાંઠા LCB એ અમીરગઢના સરોત્રા નજીકથી પસાર થતી બનાસ નદીના પટમાંથી જુગાર રમતા સાથે જેટલા ઈસમોને ઝડપી પાડ્યા છે. જેમાં એલસીબી સ્કોર્ડે મળતી માહિતીના આધારે નદીના પટમાં તપાસ કરતા કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે. જે દરમિયાન LCB એ તપાસ હાથ ધરતા 7 ઈસમોને LCB એ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LCB પોલીસ સ્ટાફના માણસો અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. દરમ્યાન બાતમી હકીકત અધારે મોજે સરોત્રાથી કપાસીયા તરફ જતા બનાસ નદીના ઓવરબ્રીજ નીચે ખુલ્લી જગ્યામાંથી તીનપત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડતા ઇસમો ઊપર ઓચિંતી રેડ કરતા જુગાર રમતા સાત ઇસમોને પકડી પાડ્યા હતા.

એલ સી બી એ પકડેલ ઇસમોમાં (1) કિરણ લાલાજી પરમાર રહે.ધનપુરા તા.અમીરગઢ (2) નટવર મનજીજી સોલંકી(ઠાકોર) (3) રાહુલ રાયચંદજી ચૌહાણ (4) બાબુ શીવાજી સોલંકી (5) શૈલેશસિંહ રંગુસિંહ ડાભી (6) રવીસિંહ રઘુસિંહ ડાભી (7) નિકુલસિંહ બાલુસિંહ ડાભી અટક કરી કુલ રૂા.13,220 નો મુદ્દામાલ LCB એ કબ્જે કરી સાતેય ઈસમોને અમીરગઢ પોલીસને સોંપી અમીરગઢ પોલીશે જુગાર ધારા હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.