ધાનેરા શહેરી વિસ્તારમાં એક સપ્તાહ અગાઉ વૃદ્ધ મહિલાને બસ સ્ટેન્ડ પાસે પોતાની વાતોમાં ફસાવી સોનાની બુટ્ટી લઇ બે શખસો ફરાર થઇ ગયો હતો. ઝડપાયેલા આરોપીએ અન્ય સાથીદાર હોવાની કબૂલાત કરતાં તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ધાનેરામાં રહેતા શકુંતલાબહેન કે જેઓ પોતાના પુત્રને ટિફિન આપી પરત ઘર તરફ આવી રહ્યા હતા. એ સમયે બે અજાણ્યા શખસોએ વૃદ્ધ મહિલાને વિશ્વાસમાં લઈ તેને પહેરેલ સોનાની બુટ્ટી મેળવી લીધી હતી. જે મામલે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી.

જે બનાવનો વિડીયો વાઇરલ થતાં બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ વિડિયોમાં દેખાઈ રહેલા શખસને શનિવારે ઝડપી પાડ્યો હતો અને ધાનેરા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

ધાનેરા પોલીસે બનાવને લઈ પકડાયેલ શખસ કે જે ડીસા તાલુકાના ઢુવા વિસ્તારનો કિરકલ પટણી હોવાનું જણાવ્યું હતું. પકડાયેલ મુખ્ય આરોપીએ પોતાનાં સાથીદાર શનિ નામના શખસની ઓળખ કરાવી છે. આ બન્ને શખસોએ સાથે મળીને વૃદ્ધ મહિલા પાસે મુસાફરી માટે ભાડાની રકમની માંગણી કરી હતી.

 વિશ્વાસમાં લઈ વાતોમાં ભોળવી શખસો સોનાની બુટ્ટી લઈ લીધી હતી. જેની કબૂલાત પકડાયેલ શખસે ધાનેરા પોલીસ સમક્ષ કરી છે. ધાનેરા પોલીસએ પકડાયેલ શખસ અન્ય કોઈ ગુનામાં છે કે કેમ અને અન્ય લોકોને શિકાર બનાવ્યા છે કે નહી તેની તપાસ પણ કરવામાં આવી રહી છે.