ખેડા.જિલ્લા. ઠાસરા.ઠાસરા શહેરના તૂટેલાં રસ્તા અને ભૂગર્ભ ગટરો ની સમસ્યા ને કારણે હેરાન પરેશાન..ઠાસરા કાજીવાડા હુસેની ચોક તરફ નાં રસ્તા અને તુટેલા ભૂગર્ભ ગટરો નાં ઢાંકણા થીં પ્રજા ત્રાહિમામ છે.. ઠાસરા નાગર પાલિકા હોવા છતાં કામગિરી ગ્રામ પંચાયત જેવી. હુસેની ચોક નાં મૂખ્ય માર્ગ પર 6 ઇચ જાડાઈ અને 4 બાય 4 ફૂટનાં આર સી સી સિમેન્ટ નાં ઢાંકણ વારંવાર ટુટી જાય છે. આ માર્ગ પર થી આસપાસ ના ગામો નાં વિદ્યાર્થીઓ, રાહદારીઓ નાના મોટા વાહનો તેમજ સરકારી બસો પસાર થાય છે. આ વિસ્તાર માં હુસેની ચોક થી કાજિવાડા અને પીપલવાડા સ્ટેન્ડ તરફ નાં માર્ગ ની દુર્દશા છે તેમજ અહિયાં થી પસાર થતી ભૂગર્ભ ગટર વારંવાર ઊભરાય છે અને વારંવાર ગટર નાં ઢાંકણ ટુટી જાય છે.. અહીથી પસાર થતાં નગર પાલિકા નાં પદાધિકારી સભ્યો પ્રમુખ ઉપપ્રમુખ જાણે આંખ આડા કાન કરી બેઠા છે. ગંભીર સમસ્યા હોવા છતાં પાલિકા કોઇ પણ કામગિરી કરવા તૈયાર નથી.. અહિયાં વરસાદી માહોલ માં ઢીચણ સુધી વરસાદી પાણી ભરાયાં કરે છે. આ માર્ગ પર થી પસાર થતાં નાના મોટા વાહનો તુટેલા ગટર માં ફસાયા કરે છે. સ્થાનીક યુવાનો દ્વારા વાહનો કાઢવા મદદ કરતા હોય છે.. ઠાસરા નગર પાલિકા ભૂગર્ભ ગટર નાં ઢાંકણ બદવા ને બદલે ગટર ઉપર તુટેલા લડકા નાં જૂના દરવાજા મૂકે કેટલી હદે વ્યાજબી કહેવાય.. ઠાસરા નગર પાલિકા જાણે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ એની રાહ જોઇ રહી હોય તેમ લોક મુખે ચર્ચાય રહ્યું છે. વહેલી તકે સમસ્યા નું યોગ્ય નિરાકરણ લાવે તેવી લોક માંગણી છે.
રિપોર્ટર - અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.