છોટાઉદેપુર જિલ્લામાં તાત્કાલિક આદિવાસી બાળાઓને સાયકલો આપવાની થયેલી શરૂઆત
છોટાઉદેપુર જિલ્લામાં કાટ ખાઈ રહેલી સાયકલોના સ્થળ ઉપર પૂર્વ વિપક્ષ નેતા પહોંચી જતા અને મીડિયામાં સમાચારો પ્રસિદ્ધ થતા, તંત્ર હરકતમાં આવી તાત્કાલિક શાળાઓમાં આદિવાસી બાળાઓને સાયકલો વિતરણ કરવાની શરૂઆત કરી દેવામાં આવતા આદિવાસી બાળાઓમાં તેમજ વાલીઓમાં આનંદની લહેર પ્રસરી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લામાં નિવાસી શાળાઓમાં તેમજ ગોડાઉનમાં સેકડોની સંખ્યામાં મૂકી રાખી કાટ ખાઈ રહેલી સાયકલોના સ્થળ ઉપર પહોંચી આકસ્મિત મુલાકાત કરતા અને આ સાયકલો બાળાઓને નહીં આપવાના પ્રશ્નો ઉઠાવ્યા હતા. જે સમાચાર પ્રિન્ટ મીડિયા તેમજ ટીવી મીડિયામાં પ્રસિદ્ધ થતા તંત્ર હરકતમાં આવી જઈ રાતો રાત સાયકલો શાળાઓ ઉપર પહોંચાડી આદીવાસી બાળાઓને સાયકલોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેનાથી છોટાઉદેપુર જિલ્લાની આદિવાસી બાળાઓમાં ઉત્સાહ જણાઇ રહ્યો છે.
સરકારે તો સ્કીમ કાઢી હોય આદિવાસી બાળાઓ ને સાયકલ મળે અને તેના પ્રોત્સાહનથી વધુ શિક્ષણ મેળવે તે માટે સાયકલો ફાળવી દેવામાં આવી હોય પરંતુ તંત્ર દ્વારા જે તે સાયકોલો જે તે આદિવાસી બાળકોને મળવી જોઈએ તે ન આપી નિવાસી શાળાઓમાં કે જ્યાં સાયકલો રાખવામાં આવે છે ત્યાં સેંકડો ની સંખ્યામાં સાયકલો મૂકી રાખી કાટ ખાતી કરી દેવામાં આવી હતી. ત્યારે વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા આકસ્મિક મુલાકાતો લઈ અવાજ ઉઠાવતા તેમજ સમાચારોમાં પ્રસિદ્ધ થતા, આ સાયકલોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ સાયકોનું કેરિયર એનું ગવન્ડર એની રીંગો ઘણી બધી સાયકલોની કટાઈ જવા પામી છે. ત્યારે તંત્ર આ અંગે ધ્યાન આપે તે પણ ખૂબ જરૂરી છે. કયા કારણોથી આદિવાસી બાળાઓને સાયકલો આવી ગઇ હોવા છતાં આપવામાં આવી નથી ? તેમજ આ સાયકલો ન આપવાના કારણે કટાઈ જવા પામી છે તેના માટે જવાબદાર કોણ ? આવા વેધક સવાલો વાલીઓમાં ઉઠી રહ્યા છે.
આમ, ગુજરાતના પૂર્વ વીપક્ષ નેતા સાયકલોના સ્થળ ઉપર પહોંચી જતા અને સવાલ ઉઠાવતા તેમજ સમાચારો પ્રસિદ્ધ થતા તંત્ર હરકતમાં આવતા આદિવાસી બાળાઓ ને સાયકલો વિતરણ કરવામાં આવી રહી છે જેનાથી આદિવાસી બાળાઓ તેમજ વાલીમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.