તંત્રને દસ દિવસ પહેલા લેખિત રજુવાત કરવા છતાં પરિણામ શૂન્ય... 

Sponsored

The Silver Spoon - Hotel & Restaurant Bundi (Raj)

AC Room, AC Restaurant, AC Meeting Area Facility Available

વીરપુર તાલુકાના ખરોડ(કૃષ્ણપુરા) ગામે મંદિર થી પીકઅપ સ્ટેન્ડ જવાનાં રસ્તા વચ્ચે છેલ્લા કેટલાય સમયથી વરસાદી પાણીનો જમાવડો થવા પામ્યો છે જયારે વીરપુર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસ્યો નથી તેમ છતાં આ રસ્તા પરના પાણીનો નિકાલ ન હોવાને કારણે રસ્તા પરજ તળાવ જેવી પરિસ્થિતિ નું નિર્માણ થવા પામ્યું છે. કેટલાય સમયથી રસ્તા પર પાણીનો ભરાવો થતા ગ્રામજનોને અવર જવર કરવામાં અને નાના બાળકોને શાળાએ જવામાં પણ ભારે તકલીફ પડી રહી છે.વાહનચાલકો આ રસ્તા પર જીવના જોખમે પસાર થઈ રહ્યા છે ત્યારે ગામની માતા-બહેનો ને પણ ડેરીમાં દૂધ ભરવા જતા સમયે પણ અવનવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણીવાર મહિલાઓ ડેરીમાં દૂધ ભરવા જતા સમયે આ રસ્તા પર પગ સ્લીપ ખાવાને કારણે દૂધ પણ રસ્તા પર રેલમછેલ થવા પામે છે જેના કારણે ભારે નુકશાની વેઠવાનો વારો આવતો હોય છે. હાલના સમયમાં ઠેર ઠેર રોગચાળો ફાટી નીકળવાની દહેશત ચાલી રહી છે ત્યારે ખરોડ(કૃષ્ણપુરા) ગામે પાણીના જમાવડાને કારણે રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નહીં.આ રસ્તા પરથી પસાર થતા સમયે વાહનો સ્લીપ થતા અનેકવાર નાની-મોટી ઈજાઓ પણ થવા પામી છે આ બાબત અંગે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતને પણ રજુવાત કરવા છતાં કોઈ કારણોસર આ રસ્તા પરના પાણીનો નિકાલ થવા પામ્યો નથી.જેના કારણે રસ્તા પરના પાણીના તળાવ થી લોકો ત્રાહિમામ પોકારી આખરે દસ દિવસ અગાવ વિરપુર મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુવાત કરી સદર રસ્તા પરના પાણીનો નિકાલ કરવા માટે માંગણી કરવામાં આવી છે તંત્રને દસ દિવસથી રજુવાત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં ન આવતા ગ્રામજનો રોષે ભરાયા છે અને તત્કાલીન ઝડપથી સ્થળ તપાસ કરી પાણીનો યોગ્ય નિકાલ કરવા માગ કરવામાં આવી છે...