માઉન્ટ-આબુમાં પાટણના યુવકની હત્યામાં સામેલ 4 આરોપીઓને આબુ પોલીસે મંગળવારે ધરપકડ કરી છે. મૂળ પાટણના અને મહેસાણામાં રહેતા 25 વર્ષીય સાહિલનું 14 જુલાઈના રોજ માઉન્ટ આબુ નજીક સામાન્ય બાબતે બોલાચાલી બાદ મારામારી હુમલાખોરોએ પેટમાં છરો મારી દેતા સારવાર દરમિયાન મોત થયું હતું.

માઉન્ટ આબુ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે " 15 જુલાઈના રોજ પાટણના રૂણી ગામના મંગાભાઈએ હત્યાની ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે માઉન્ટ આબુ પોલીસે તપાસ હાથ ધરી હતી અને હુમલાખોરોને ઝડપી પાડવા માટે બનેલી ટીમે 4ની અટકાયત કરી છે. ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓને પકડવા આબુ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી, જેના આધારે શંકાસ્પદ લોકોની ઓળખ કરવામાં આવી હતી.

તા. 14 જુલાઈએ સાહિલની મારૂતિ ઇક્કો કાર લઈને મિત્રો ફરવા આબુ ગયા હતા. જ્યાં ફર્યા બાદ એક વેરાન જગ્યાએ શૌચ ક્રિયા કરવા ગયા હતા. જ્યાં પાંચ અજાણ્યા લોકોએ તમામ મિત્રો ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા. જે બાદ કારમાં બેસીને મહેસાણા લાયન્સ હોસ્પિટલ લઈ ગયા જ્યાં સાહિલનું મોત નિપજ્યું હતું.

ઝડપાયેલા આરોપી

1: ત્રિવેન્દ્રકુમાર પુનાભાઈ ગરાસીયા (24) (રહે. ખાપા, તા.અમીરગઢ )

2: રાહુલ પુનાભાઈ ગરાસીયા (20) (રહે.ઢોલીયા, તા.અમીરગઢ)

3: જયેશ લક્ષ્મણભાઈ ચૌહાણ (21) (રહે.જુની સરોત્રી,તા અમીરગઢ)

4: મુકેશ દેવાભાઈ ગરાસીયા (22)(રહે. ખારા માનપુરા, તા. અમીરગઢ)