યુનિટી એજ્યુકેશન ટ્રસ્ટ સિધ્ધપુર અને એન્જી. પરવેજ મુસાની સ્કોલરશીપ પ્રોગ્રામ અંતર્ગત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપના ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો.
અહેવાલ વિપુલ ભોઈ પાટણ
યુનિટી એજ્યુકેશન ટ્રસ્ટ સિધ્ધપુર અને અંજુમને ફલાહે દારેન તરફથી યુ.એસ.એ. સ્થિત એન્જિનિયર પરવેજ મુસાનીના સહયોગથી તારીખ 21 જુલાઈ રવિવારના રોજ માઈલ સ્ટોન હોટલ,સિદ્ધપુર ખાતે મુસ્લિમ સમાજના 125 થી વધુ વિદ્યાર્થીઓએ કે જે મેડિકલ,પેરામેડિકલ ,એન્જિનિયરિંગ, વકીલાત, પત્રકારત્વ, પીએચડી અને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે એવા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો સાથે સાથે આઇડીબી જીદાહ સ્કોલરશીપ પ્રોગ્રામ અંતર્ગત પસંદ થયેલા વિદ્યાર્થીઓને પણ આ કાર્યક્રમમાં ચેક આપવામાં આવેલ. સમાજના જરૂરત મંદ વિદ્યાર્થીઓને 20 લાખથી વધુ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા.
સ્કોલરશીપ પ્રોગ્રામના કન્વીનર ડોક્ટર બિલાલ શેઠ સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે સફળતા મેળવી એકબીજાને સંકલન કરી વિવિધ સમાજ ઉપયોગી કાર્ય કરવાની આહવાન કર્યું. મુસ્લિમ વિધાર્થી તરીકે કોલેજ કેમ્પસમાં પોતાના ચારિત્ર્ય અને સંસ્કાર થકી આદર્શ વિદ્યાર્થી અને નમુનારૂપ મુસ્લિમ બની આગળ વધવા જરૂરી મેન્ટરશીપ, કાઉન્સિલિંગ અને એકેડમી સપોર્ટ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઇરફાનભાઇ મોગલે વિદ્યાર્થીને વિવિધ ઉદાહરણ દ્વારા સફળતા મેળવવા માટેના સૂચનો કર્યા હતા.યુનીટી એજ્યુકેશન ટ્રસ્ટ જહુરભાઈ મન્સૂરી એ સમાજના દાનવીરોને શિક્ષણ ક્ષેત્રે નેક કામમાં આગળ આવવા આહવાન કર્યું હતું. એન્જિનિયર પરવેઝ મુસાની અને જનાબ યુસુફભાઈ મુસાનીએ વિડીયો મેસેજ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણના દરેક ક્ષેત્રમાં આગળ આવી સમાજ અને દેશનું નામ રોશન કરવા માટે અપીલ કરેલ. આ કાર્યક્રમમાં કાસમભાઈ સાલેહ, ડો.અનીશ મનસુરી, ડો.રિઝવાન લોઢિયા, પ્રોફેસર એ.ટી.સિંધી, જાવેદભાઈ નાંદોલીયા, સાહીદભાઈ સહકાર,તાજુભાઈ મોમીન વગેરે મહેમાનોએ હાજર રહી પ્રસંગોપાત પ્રવચન કર્યું હતું.