પાવીજેતપુર તાલુકાની ભેંસાવહી હાઈસ્કૂલમાં ગૌરીવ્રત નિમિત્તે મહેંદી તેમજ કેસ ગુથણ સ્પર્ધા યોજાઈ 

Sponsored

The Silver Spoon - Hotel & Restaurant Bundi (Raj)

AC Room, AC Restaurant, AC Meeting Area Facility Available

            પાવીજેતપુર તાલુકા ની ભેંસાવહી હાઈસ્કૂલમાં ગૌરીવ્રત નિમિત્તે મહેંદી હરિફાઈ તેમજ કેશ ગુથન હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ગુરુપૂર્ણિમા નિમિત્તે વકૃત્વ સ્પર્ધા પણ યોજાઇ હતી. 

              પાવીજેતપુર તાલુકામાં પ્રથમ હરોળની ગણાતી શ્રી આદિવાસી માધ્યમિક શાળા, ભેંસાવહી હાઈસ્કૂલમાં બાળાઓની સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને તેઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર, ગૌરીવ્રત ચાલી રહ્યું છે ત્યારે શાળામાં આચાર્ય ડી સી કોલી દ્વારા શાળામાં મહેંદી હરીફાઈ તેમજ કેશ કેસ ગુથણ હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓએ ઉત્સાહ ઉમંગ સાથે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. બાળાઓએ એટલી સુંદર રીતે મહેંદી પાડી હતી કે કોને નંબર આપવો એની મૂંઝવણ થઈ હતી. અંતે માધ્યમિક વિભાગ માંથી રાઠવા હંસાબેન મંગાભાઈ પ્રથમ, રાઠવા રાગીનાબેન લક્ષ્મણભાઈ દ્વિતીય, રાઠવા કિંજલબેન કંચનભાઈ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં મીનાક્ષીબેન રૂપસિંહભાઇ પ્રથમ, અનુષ્તાબેન મનહરભાઈ દ્વિતીય, હિરલબેન હસમુખભાઈ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. કેશ ગૂથણમાં રાઠવા અંકુલાબેન પ્રકાશભાઈ પ્રથમ, રોહિત અંજલીબેન ઈશ્વરભાઈ દ્વિતીય, રાઠવા હંસાબેન મડિયાભાઈ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. ગુરુ પૂર્ણિમા નિમિત્તે બાળકોએ વકૃત્વ સ્પર્ધામાં ખૂબ સુંદર પ્રદર્શન કર્યું હતું. આ સમયે શાળાના શિક્ષક વલ્લભભાઈ કોલી તેમજ આચાર્ય દિનેશભાઈ કોલીએ ગુરુ પૂર્ણિમાનું મહત્વ બાળકોને ખૂબ જ સરસ રીતે સમજાવ્યું હતું તેમજ ગુરુનો આદર અને સરકાર કરવાનું સૂચન કર્યું હતું. સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ બાળકોને આચાર્ય દિનેશભાઈ કોલી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.