ચકલાસી પો.સ્ટે હદના પાલૈયા ગામમાંથી જાહેરમાંથી જુગાર રમતા ૮ ઇસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડિયાદ

પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ, ખેડા - નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ/જુગારની બદીને નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ગત તા. ૧૯-૦૭-૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના એ.એસ.આઇ ચંન્દ્રકાન્ત ગોવિંદભાઇ તથા અ.હેઙકો.ગીરીશભાઇ અંબાલાલ તથા અ.હેઙકો.મનુભાઇ રમેશભાઇ તથા અ.પો.કો.જીતેન્દ્રકુમાર ગોરધનભાઇ તથા પો.કો.ઇશ્વરભાઇ યુવરાજભાઇ તથા પો.કો.શૈલેષકુમાર અર્જુનભાઇ એ રીતેના એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન આડીનાર ચોકડી પાસે આવતા સ્ટાફના હેડ.કો.ગીરીશભાઇ તથા શૈલેષકુમાર નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે પાલૈયા ગામ,પીપળાવાળા ફળીયામા.જગદીસભાઇ રમણભાઇ સોલંકીના ઘર પાસે ખુલ્લામાં કેટલાક ઇસમો ભેગા મળી પોતાના અંગત ફાયદા સારૂ પત્તા-પાનાથી પૈસાથી હાર જીતનો જુગાર રમી-રમાડે છે જે બાતમી હકીકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા (૧) જગદીસભાઇ રમણભાઇ સોલંકી રહે.પાલૈયા ગામ,પીપળાવાળુ ફળીયુ તા.નડીયાદ, જી:ખેડા (૨) રાવજીભાઇ પૂનમભાઇ ભોજાણી રહે.પાલૈયા પંચાયત સામે તા.નડીયાદ,જી:ખેડા (૩) કનુભાઇ હરમાનભાઇ સોલંકી રહે. તાબે ગણેશપુરા,પાલૈયા ગામ તા.નડીયાદ, જી:ખેડા નો (૪) પ્રફુલભાઇ ઉર્ફે પભો વિજયભાઇ સોલંકી રહે.પલૈયા,ભગતની મુવાળી તા.નડીયાદ, જી:ખેડા (૫) રણજીતભાઇ સોમાભાઇ સોલંકી રહે.પલૈયા,ગણેશપુરા તા.નડીયાદ,જી:ખેડા (૬) સોમાભાઇ પુનાભાઇ ઉર્ફે પુનમ ચૌહાણ રહે.જાવોલ.,પ્રાથમીક શાળા જોડે તા.નડીયાદ, જી: ખેડા (૭) નટવરભાઇ રાવજીભાઇ સોલંકી રહે.પાલૈયા,પંચાયત પાસે તા.નડીયાદ, જી: ખેડાનો હોવાનું (૮) પુનમસીંહ ઉર્ફે ભગો દોલતસીંહ ઝાલા રહે.પાલૈયા, હાથજ રોડ તા.નડીયાદ,જી:ખેડા નાઓની અંગ જડતી માંથી મળેલ રોકડા રૂ.૧૬,૦૦૦/-તથા દાવ ઉપર થી મળેલ રોકડા રૂ.૨૫૦૦/-તથા પત્તા-પાના નંગ- પર કિંમત.રૂ.૦૦/૦૦-તથા દૈનિક પેપર-૦૧ કિંમત.રૂ.૦૦/૦૦- મળી કુલ્લે રૂ.૧૮,૫૦૦/-નો મુદ્દામાલ સાથે

જાહેરમાંથી મળી આવતા તમામ ઇસમો વિરુદ્ધમાં ચકલાસી પો.સ્ટે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજી કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

*કામગીરી કરનાર એલ.સી.બી. શાખાના અધિ./કર્મચારીઓ-*

(૧) પો.ઇન્સશ્રી કે.આર.વેકરીયા (૨) એ.એસ.આઈ ચંન્દ્રકાન્ત ગોવિંદભાઇ (૩) હેઙકો. ગીરીશભાઇ અંબાલાલ (૪) હેઙકો.મનુભાઇ રમેશભાઇ (૫) પો.કો.ઇશ્વરભાઇ યુવરાજભાઇ (૬) PC.જીતેન્દ્રકુમાર ગોરધનભાઇ (૭) પો.કો.શૈલેષકુમાર અર્જુનભાઇ