ડીસાના ઉમિયાનગરમાં ગુરુવારે એક દુકાનમાં બેઠેલા યુવક પર ત્રણ શખસોએ લાકડી-ધોકા વડે હુમલો કરી હાથે-પગે ગંભીર ઇજા પહોંચાડી ભાગી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો.
ડીસાના ઉમિયાનગર વિસ્તારમાં એક દુકાન પર બેઠેલા રાજુ પટેલ નામના યુવક પર ગુરુવારે ત્રણ શખ્સોએ લાકડી અને ધોકા વડે હિંસક હૂમલો કર્યો હતો. આ ઘટના બનતા આસપાસના લોકોએ તાત્કાલિક દરમ્યાનગીરી કરીને રાજૂ પટેલને હૂમલાખોરોથી બચાવ્યો હતો. જેથી હૂમલો કરવા માટે આવેલા શખ્સો નાસી છૂટ્યા હતા અને તે કોણ હતા તે જાણી શકાયું નથી.
પરંતુ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા રાજુ પટેલને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર આપ્યા બાદ રાજુ પટેલે ત્રણ અજાણ્યા શખ્સો વિરુધ્ધ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આસપાસના સી.સી.ટી.વી. ફૂટેજની તપાસ કરીને હુમલો કરનાર શખ્સોની ઓળખ હાથ ધરી હતી.