ઠાસરા શહેર માં હજરત શહીદ ઇમામ હુસેન અને તેમના ૭૨ સાથિયો ની યાદ માં મોહરમ નો પર્વ મનાવવામાં આવ્યો.

ખેડા .

ઠાસરા.

 સદીઓ પેહલા અસત્ય અને જુલ્મ ની સામે એક તરફ લાખો યઝીદ લોકો ની ફોઝ સામે ફકત ઇમામ હુસેન અને તેમના ૭૨ સાથિયો એ સતત ૩ દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા રહી યુદ્ધ માં શહીદી મેળવી હતી.આજે સદીઓ પછી પણ સત્ય માટે શહીદ થયેલા હજરત ઈમામ હુસેન અને તેમના ૭૨ સાથીઓ ની યાદ માં કલાત્મક તાજીયા બનાવી મોહરમ નો પર્વ સમગ્ર વિશ્વ માં મનાવવામાં આવે છે.

  ખેડા જિલ્લા નાં ઠાસરા શહેર માં શાંતિ પૂર્ણ રીતે મોહરમ ની ઉજવણી કરવામાં આવી .

જેમાં ઠાસરા શહેર માં નાનાં મોટાં કુલ 12 જેટલાં કલાત્મક તાજીયા બનાવી મોહરમ ની ઉજવણી કરવામાં આવી હતી . જુલુસ માં ઢોલ તાસા નગારા વગાડતાં તેમજ સલાતો સલામ પડતાં હતાં 

આ પર્વ નિમિત્તે ઠાસરા શહેર નાં હિન્દુ અને સિંધી સમાજ નાં ભાઇઓ મુસ્લિમ બિરાદરો ને પાણી ની બોટલ તેમજ સાથ સહકાર આપી કોમી એકતા ની મિસાલ પુરી પાડી હતી.

સમગ્ર જુલુસ માં ઠાસરા પોલિસ સ્ટાફ તેમજ ઠાસરા Mgvcl નાં સ્ટાફ ની ખુબ સરસ કામગિરી જોવા મળી જતી. સમગ્ર ઠાસરા મુસ્લિમ સમાજ દ્વારા ઠાસરા પોલિસ સ્ટાફ, ઠાસરા Mgvcl સ્ટાફ નો આભાર વ્યકત કરવામાં અવ્યુ હતું..

રિપોર્ટર અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.