અમદાવાદ મંડળના રેલવે સુરક્ષા દળના સમર્પિત કર્મચારીઓ અમારા આદરણીય ગ્રાહકો/ મુસાફરોને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે,

આ ક્રમમાં આજે રોજ તારીખ ૧૩ જુલાઈ ૨૦૨૨ ના રોજ અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે પગ લપસી જવાને કારણે મહિલા મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગઈ હતી જેને RPF સ્ટાફની મહિલા કોન્સ્ટેબલ મંદાકિની પરમારે સમય સૂચકતા વાપરી બહાર નીકાળીને જીવ બચાવ્યો,

અમદાવાદ મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે આજે ૧૩ જુલાઈ ૨૦૨૨ ના રોજ ટ્રેન નંબર ૧૧૪૬૪ જબલપુર - સોમનાથ એક્સપ્રેસ અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ ઉપરથી સવારે ૦૮ : ૪૦ કલાકે ઉપડી ત્યારે કોચ નંબર B - 3 માં એક મહિલા મુસાફર યાત્રીનો ચાલતી ટ્રેનમાં બેસવા જતા સમયે પગ લપસી જવાને કારણે મહિલા મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગયા હતા તે જ સમયે ફરજ પરના RPF ની મહિલા કોન્સ્ટેબલ મંદાકિની પરમારે મહિલા મુસાફરને સમય સૂચકતા વાપરી અન્ય મુસાફરો ની મદદ થી પકડીને બહાર કાઢી હતી,

મહિલા મુસાફરની પૂછપરછ પર તેણે કહ્યું કે તેને કોઈ ઈજા થઈ નથી અને તેણે તેની મુસાફરી ચાલુ રાખવા વિનંતી કરી હતી મહિલા મુસાફર અનુજ્ઞા રસ્તોગી ઉમર ૩૭ વર્ષના સહ-પ્રવાસી દુર્ગેશ રસ્તોગી ગ્વાલિયર નિવાસી અને અન્ય મુસાફરોએ RPF ની મહિલા સ્ટાફ દ્વારા કરવામાં આવેલ ઝડપી કાર્યની અને સમય સૂચકતા પ્રશંસા કરી હતી,

અમદાવાદ મંડળ રેલ પ્રબંધક ( DRM ) શ્રી તરુણ જૈન અને વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત શ્રી ઓ દ્વારા સંબંધિત મહિલા કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવેલી સમય સૂચકતા, તકેદારી, સમજ અને બહાદુરીની પ્રશંસા કરી હતી.