દાહોદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લીમખેડા ડી.વાય.એસ.પી. નો ડ્રાઇવર જ બુટલેગરને દારૂની હેરાફેરીમાં મદદ કરતો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ મામલે Dy. SP ના ડ્રાઈવર ભૂપેન્દ્ર રાઠોડની અટક કરી તપાસ હાથ ધરાઈ છે. ( રાજ કાપડિયા સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) પોલીસે ડ્રાઇવરના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ, દાહોદ જિલ્લાના લીમખેડા હાઈવે પર ગત 7 તારીખનાં રોજ દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચે પેટ્રોલિંગ હાથ ધરીને દારૂની હેરાફેરી કરતા એક બુટલેગરની ધરપકડ કરી હતી. બુટલેગર સાથે પોલીસે દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે (Limkheda Police) બુટલગેરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત પોલીસ સમક્ષ આવી છે.લીમખેડા હાઇવે પર દારૂનાં જથ્થા સાથે ઝડપાયેલ બુટલેગરને લીમખેડાના Dy. SP નો ડ્રાઈવર ભૂપેન્દ્ર રાઠોડ જ મદદ કરતો હતો. ભૂપેન્દ્ર રાઠોડ બુટલેગરને દારૂની હેરાફેરમાં મદદ કરતો હોવાનું સામે આવતા પોલીસે ભૂપેન્દ્ર રાઠોડ સામે કાર્યવાહી કરી તેની અટકાયત કરી છે. માહિતી મુજબ, પોલીસે તેની પૂછપરછ કરવા માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. એવી ચર્ચા છે કે ભૂપેન્દ્ર રાઠોડની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે.