વિરપુર બસ સ્ટેશન મા બસ મા બેસવા ની ભીડ નો લાભ ઉઠાવી મુસાફર ના ખીસા માંથી મોબાઈલ ની તફડંચી કરી ગઠિયો ફરાર થઈ ગયા નો બનાવ બનવા પામ્યો છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
વિરપુર બસ સ્ટેશન મા લુણાવાડા બસ ની રાહ જોઈ રહેલા મુસાફરો બસ આવતાજ બસ ના દરવાજા આગળ ખડકાઈ ગયા હતા તે સમયે બસ મા પ્રવેશ કરવા ની ભીડ હોવાથી તે સમયે એક મુસાફર ના ખીસા માંથી મોબાઈલ ની તફડંચી કરવામામાં ગઠિયો સફળ રહ્યો અને મોબાઈલ લઇ ફરાર થઈ ગયો હતો મુસાફર ના જણાવ્યા પ્રમાણે બસ મા પ્રવેશ વખતે તેમના મોબાઈલ મા રીંગ વાગી હતી પણ ભીડ હોવાથી બસ મા બેસી વાત કરીશ તેમ વિચાર્યું પણ બસ મા જતા મોબાઈલ તેમના ખીસા મા હતો નહિ અને બસ મા શોધ ખોડ કરતા ન મળતા મોબાઈલ ચોરાઈ ગયો હોવાનું જણાતા વિરપુર પોલીસ ને જાણ કરી બસ સ્ટેશન પોલીસ બોલાવવા ની ફરજ પડી હતી પોલીસ આવતા બસ ના તમામ પેસેન્જર ની જડતી અને માલ સમાન મા તપાસ કરી હતી પરંતુ પોલીસ ના હાથ માં કઈ આવ્યું નહિ.
વિરપુર બસ સ્ટેશન ઉપર અગાઉ ના સમય આવા અનેક બનાવ બન્યા હોવા છતાં બસ સ્ટેશન મા સી સી ટીવી કેમેરા આજ દિન સુધી લગાવવા મા આવેલ નથી આમ એસ ટી ખાતા ની લાપરવાહી અને પોલીસ ખાતા તરફ થી ફરજ પર હાજર જી આર ડી જવાન ની બેદરકારી થી મુસાફરો સાથે આવી ઘટનાઓ ઘટી રહી છે અને લોકો લૂંટાતા રહેછે અને ગઠિયાઓને આવી તફડંચી કરવા મોકળુ મેદાન મળી રહે છે જેને લઈ મુસાફરો ની માંગ છે કે આવા ગઠિયાઓ ને પકડવા પોલીસ તરફ થી બસ સ્ટેશન પોઇન્ટ ઉપર મુકેલ જવાનો ચાંપતી નજર રાખે અને ફરજ પર ના જવાન સતર્ક રહે સાથે એસ ટી નિગમ તરફ થી વહેલી તકે સી સી ટીવી કેમેરા મારવા મા આવે જેથી ગઠિયાઓ આવી ભીડ નો લાભ લઈ મુસાફરો નો માલ સમાન ની તફડંચી કરવામાં સફળ ન થાય અને મુસાફરો ને રાહત થાય તે હેતુ અગત્યનું છે...