*સાબરકાંઠાની ૨૬૧ ગ્રામ પંચાયત મા "અટલ ભૂ જલ" યોજના અંતર્ગત તાલીમ યોજાઈ*
સાબરકાંઠા જિલ્લાના ચાર તાલુકા વડાલી, ઇડર, પ્રાંતિજ અને તલોદ ની કુલ ૨૬૧ ગ્રામ પંચાયત મા "અટલ ભૂ જલ" યોજના અંતર્ગત તાલીમોનુ આયોજન કરવામા આવ્યુ હતું.
સાબરકાઠા જિલ્લામા નાયબ ખેતી નિયામક(તાલીમ),ખેડૂત તાલીમ કેન્દ્ર-ખેડબ્રહ્મા અને જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, હિમતનગરની કચેરી દ્વારા "અટલ ભૂ જલ" યોજના અંતર્ગત સમાવીષ્ટ ચાર તાલુકા વડાલી,ઇડર, પ્રાંતિજ અને તલોદની કુલ ૨૬૧ પચાયતોમા ખેડૂતોને ભૂગર્ભ જળ મોનિટરિંગના સાધનો અને તેની મરામત /જાળવણી વિષે, વરસાદી પાણીનો સંગ્રહ, કુવા રિચાર્જીગ, ખેત તલાવડી અને ચેક ડેમનુ મહત્વ,રોજિંદા જીવનમા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, ખેતી પાકોમા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, ખેતીમા સૂક્ષ્મ પિયત પધ્ધતિના ફાયદા,પાણી સંગ્રહ અને આરોગ્ય માટે પ્રાકૃતિક કૃષિનુ મહત્વ વિગેરે જેવા વિષયોની સઘન તાલીમોનુ આયોજન કરવામા આવ્યુ હતું.
જુલાઇ-૨૦૨૪ થી આગામી ફેબ્રુઆરી-૨૦૨૫ દરમિયાન આ ૨૬૧ ગ્રામ પંચાયતમા દરેકમા ૬ તાલીમો આપવામા આવશે. એટલે કે કુલ ૧૫૬૬ જેટલી તાલીમો દ્વારા ખેડૂતોમા ભૂ઼ જળ સંગ્રહ અને પાણીના કાર્યક્ષમ ઉપયોગ અંગે જન જાગૃતિ અભિયાન ચલાવવામા આવશે. આ કામગીરી માટે ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીઓ, ગ્રામસેવકો,અને આત્મા વિભાગના બીટીએમ અને એટીએમ ને પચાયતોની ફાળવણી કરવામા આવેલ છે. આ તમામ કર્મચારીઓને આ યોજના વિષે અને તાલીમના વિષય વસ્તુ વિષે નિષ્ણાતો દ્વારા તાલીમ પણ આપવામા આવેલ છે. આ અંતર્ગત તા.૧૬/૭/૨૦૨૪ ના રોજ ગોતા ગામે પ્રથમ તાલીમનુ આયોજન કરવામા આવ્યુ જેમા આત્માના એટીએમ- કિરણભાઇ અને જમીન ચકાસણી પ્રયોગશાળાના અલ્પેશભાઇ એ તાલીમ આપી તેમજ નાયબ ખેતી નિયામક(તાલીમ) શ્રી વિ.કે.પટેલે ઉપસ્થીત રહી ખેડૂતોને માર્ગદર્શન આપ્યુ હતું.