વિકસિત ભારત સંકલ્પ યાત્રા:
હિંમતનગર તાલુકાના પુરાલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું અનોખી રીતે સ્વાગત કરાયું
ગામની ભજન મંડળની મહિલાઓ દ્રારા ભવ્ય સ્વાગત કરાયું
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પુરાલ ગામે જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું અનોખુ સ્વાગત કરાયું. ગામના મહિલા મંડળ દ્વારા ભજનોની રમઝટ સાથે પુરાલમાં આગવી રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ સરકારી યોજનાઓ વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, દરેક લોકોએ સરકારી યોજનાઓનો લાભ લઈ અન્ય લોકોને પણ યોજનાઓ વિશે જણાવી આંગળી ચિંધવાનું પુન્ય મેળવો. સૌ લોકો આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાય અને ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત બનાવા સંકલ્પ લઈ.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું.
આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા પં. પ્રમુખ શ્રી ભૂમિકાબેન પટેલ, સરપંચશ્રી તેમજ પુરાલ ગ્રામજનોએ "વિકાસ ઉત્સવ"નો જય જયકાર કર્યો હતો. ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.