ભાભરની એક 16 વર્ષની સગીરા પોતાના મામાના ઘરે કુવાળા આઠેક મહિના પહેલા માસીનું અકસ્માતે મોત થયું હોઈ ઘરકામમાં મદદ માટે મામાના ઘરે ગઇ હતી. તે સમયે આરોપી પ્રકાશ હેમજી ઠાકોર (રહે.અબાસણા,તા.ભાભર) આવતો જતો હતો અને રાતવાસો રોકાતો હતો.

ત્યારે એક દિવસ સગીરાને ઓરડામાં લઈને શરીર અડપલાં કરી અને સગીરાએ ના પાડી છતાં માન્યો નહિ બાદમાં જબરદસ્તીથી શરીર સંબંધ બાંધી અને ધમકી આપી કે જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની અને તેને બદનામ કરવાની ધમકી આપી હતી. જેના કારણે સગીરા ડરી ગઈ હતી.

ત્યારબાદ આરોપી પ્રકાશ ઠાકોર અવાર-નવાર કુવાળા મામાના ઘરે અવર-જવર કરતો અને રાત રોકાઈ જતો હતો અને ભોગ બનનાર સગીરાને ડરાવી ધમકાવી મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધી દુષ્કર્મ ગુજારતો હતો. ભાભર પોલીસે પોસ્કો સહિતનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી.