શિક્ષકે વિદ્યાર્થિની છેડતી કરતાં વાલીઓનો હોબાળો...
વિદ્યાર્થિનીનો વારંવાર હાથ પકડી છેડતી કરતો હતો અને મારી નાંખવાની ધમકી પણ આપી હતી...
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના રણજીતપુરા હાઈસ્કૂલમાં શિક્ષકે શાળાની જ વિદ્યાર્થિનીની છેડતી કરી હતી જેના પગલે વાલીઓમાં રોષ ભડક્યો હતો અને શાળા પર હલ્લાબોલ કર્યો હતો. જોકે, સમયસર પહોંચેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો અને શિક્ષક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વિરપુરની રણજીતપુરા હાઈસ્કૂલના શિક્ષક પ્રશાંત વિઠ્ઠલ પટેલ (રહે. રણજીતપુરા, કંપા, તા. વિરપુર)એ વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાના મુદ્દે વાલીઓના ટોળે ટોળાં શાળા પર ઉમટી પડ્યાં હતાં. આ વાલીઓએ હોબાળો કરી શિક્ષક પ્રશાંત પટેલને મેથીપાક ચખાડવાનો શરૂ કર્યો હતો. આ મામલે પોલીસને જાણ થતાં તુરંત શાળા પર ટીમ પહોંચી હતી અને મામલાને થાળે પાડ્યો હતો.આ મુદ્દે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આખરે પોલીસે વાલીની ફરિયાદ આધારે શિક્ષક પ્રશાંત પટેલ સામે ગુનો નોંધ્યો હતો. જેમાં વાલીએ જણાવ્યું હતું કે, પ્રશાંત વારંવાર વિદ્યાર્થિની સાથે જબરજસ્તી કરતો હતો અને તું મારી સાથે બોલ અને તું મને ઘરે જઇ મેસેજ કરજે. તેમ ધમકાવી ડરાવીને અવાર નવાર તેની પાસે જવા માટે પ્રયત્ન કરતો હતો. આ ઉપરાંત વિદ્યાર્થિની શનિવારે વ્હેલી સવારની શાળામાં હોય તે વહેલી સ્કૂલે જતી તે વખતે પ્રશાંત કોઇ ન હોવાથી તકનો લાભ લઇ વિદ્યાર્થિનીનો હાથ પકડી તું મારી સાથે બોલીશ નહીં કે મેસેજ નહીં કરે તો જાનથી મારી નાંખી તલાવડીમાં ફેંકી દઇશ તેવી ધમકી આપતો હતો ત્યારે હાલતો વિરપુર પોલીસે ગુન્હો નોંધી શિક્ષકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે....
બોક્સ...
રોષે ભરાયેલા ગ્રામજનોએ શિક્ષકને આપ્યો મેથીપાક...
રણજીતપુરા હાઈસ્કૂલના લંપટ શિક્ષક પ્રશાંત પટેલની કરતુતો બહાર આવી જતા વહેલી સવારે જ ગ્રામજનો શાળાએ દોડી આવ્યા હતા ત્યારે ગામના આગેવાનો ઉપસ્થિત શિક્ષક સાથે વાતચીત ચાલી રહી હતી ત્યારે લંપટ શિક્ષકની વાતમાં તથ્ય ન નિકળતા ગ્રામજનોએ શિક્ષક ધુલાઈ કરી હતી જોકે ઘટનાની જાણ વિરપુર પોલીસને થતાં વિરપુર પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી મામલો થાળે પાડી શિક્ષકને વિરપુર પોલીસ સ્ટેશન ખાતે મુકી દીધો હતો....