ચેક પરત કેસમાં ધોળકાના જમીન દલાલને એક વર્ષની સજા

કનેરા રહેતા પંકજકુમાર છોટાભાઈ શર્મા પાસેથી આરોપી જીગ્નેશકુમાર ચંદ્રકાંત શુકલાનાઓ જેઓ ધોળકા મુકામે જમીન દલાલીનો ધંધો કરતા હોય અને જેઓએ જમીન વેચાણ રાખવાની હોય હાથ ઉછીના ૩,૦૦,૦૦૦/- ની માંગણી કરી હતી. જે ફરીયાદી પંકજકુમાર છોટાભાઈ શર્માએ વર્ષ જુલાઇ-૨૦૨૨ માં છ માસના વાયદે આપ્યા હતા. જે બાદ પંકજકુમારે પૈસાની માંગણી કરતા આરોપીએ ચેક આપેલ. જે ચેક બેંકમાં જમા કરતા અપુરતા નાણાંને કારણે પરત આવતા, જે અંગે ફરીયાદીએ ખેડા કોર્ટમાં કેસ દાખલ કરેલ. જે કેસ ખેડા કોર્ટમાં ચાલી જતા ફરીયાદીના વકીલશ્રી વિવેક.ડી.પારેખે લેખીત પુરાવા અને ધારદાર દલીલ રજુ કરતા કોર્ટે તેમની દલીલો ગ્રાહ્ય રાખીને ખેડાના મહે. એડી.ચીફ. જયુ. મેજીસ્ટ્રેટ સાહેબશ્રી એન.સી.જાધવનાએ આરોપી જીગ્નેશકુમાર ચંદ્રકાંત શુકલાને નેગો.ઈન્સ્ટ્રુ.એકટની કલમ ૧૩૮ મુજબના ગુનામાં સાત માસની સાદી કેદની સજા અને ફરીયાદીને ચેક મુજબની રકમ વળતર પેટે ન ચુકવે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે.