ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ થી વસ્તી નિયંત્રણ, કુટુંબમાં જનજાગૃતિ કેળવવા ત્રીજા તબકકાના કાર્યકમની શરૂઆત કરવામાં આવી
અહેવાલ સંજય ચુનારા ખેડા
ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૧૧ જુલાઇના રોજ વિશ્વ વસ્તી દીવસની ઉજવણી કરવામાં આવી. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ જનજાગૃતિ અર્થે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી. "વિકસીત ભારતની નવી પહેચાન, કુટુંબનીયોજન દરેક દંપતીની શાન" સ્લોગન હેઠળ આ વર્ષે ચાર તબકકામાં કરવાની થતી ઉજવણીના ત્રીજા તબકકાની શરુઆત કરવામાં આવી. જેમાં કુટુંબનિયોજન માટે દંપતીઓ સાથે સંવાદ, વધતી જતી વસ્તીથી ઉભા થતા પ્રશ્નો અંગે જાણકારી, સ્વાસ્થ્ય અને સલામતીના હેતુથી લગ્ન તથા બાળક માટે નિયત કરેલી ઓછામાં ઓછી ઉંમર, બે બાળકો વચ્ચે જરુરી સમયગાળો, નસબંધી તથા અન્ય આધુનીક કુટુંબનીયોજન સેવાઓ વગેરે બાબતોની જાણકારી અને જરૂરીયાત ધરાવતા દંપતિઓને કાયમી તથા બીન કાયમી પદ્ધતિઓની સેવા ઉપલબ્ધ કરવામાં આવી અને બાળ તથા માતા મૃત્યુ દર ધટાડવા માટે જાગૃતિ કેળવવામાં આવી.
કાર્યક્રમ અંતર્ગત પ્રા.આ.કે. મોદજ ખાતે ૩૪ દંપતિઓએ કોપર-ટી અપનાવી છે. ૧-જૂન થી ચાલુ થયેલ આ કેમ્પેઇન મોડમાં પ૦૦ થી વધુ દંપતિઓને કોપર-ટીની બીનકાયમી સેવા લેવા આગળ આવેલ છે. છેલ્લા એક અઠવાડીયામાં ૫૦ લાભાર્થીઓએ કાયમી પદ્ધતિ તરીકે સ્ત્રી નસબંધી, જયારે ૬ લાર્ભાથીઓએ પુરુષ નસબંધીનું ઓપરેશન કરાવીને દંપતીની શાન અને વિકસીત ભારતની નવી પહેચાન બનાવવા આગળ આવેલ છે. મોર્ડન મેથડ તરીકે ઇન્જેકશન અંતરા અને છાયાનો લાભ લેવા માટે પણ દંપતિઓ આગળ આવી રહેલ છે.