વઢવાણ :ચાલુ સિઝન દરમિયાન ૫૭.૬૨ ટકા જેટલો વરસાદ અત્યાર સુધીમાં પડયો છે, તેમ છતાં ચોટીલા તાલુકાનાં ત્રિવેણી ઠાંગા ડેમને બાદ કરતા ૧૧ જળાશયોમાંથી મોટાભાગનાં ડેમમાં નવા નીર આવ્યા નથી અને હજુ પણ ખાલીખમ જોવા મળે છે.ઝાલાવાડ પંથકમાં ચાલુ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં તમામ તાલુકાનો મળીને કુલ ૩૪૪૬ મી.મી. એટલે કે ૫૭.૬૨ ટકા વરસાદ પડયો છે, બીજી બાજુ જિલ્લામાં આવેલા ૧૧ ડેમ પૈકી ચોટીલા તાલુકાનો ત્રિવેણી ઠાંગા ડેમ સોમવારે ઓવરફલો થયો હતો. તેને બાદ કરતા બાકીના ૧૦ ડેમમાં નવા નીર આવ્યા નથી. ઉપરવાસનાં ઓછા વરસાદને કારણે તમામ તાલુકામાં થયેલા હળવા વરસાદને કારણે હજુ પણ જિલ્લાનાં ૧૦ ડેમો નવા નીરની આવકના અભાવે ખાલી ખમ છે. ચોટીલા તાલુકાના ધારી ડેમની ૧૦૬.૨૧ની ક્ષમતા સામે હાલમાં માત્ર ૬.૬૪ મીલિયન ઘનફૂટ પાણી છે. મુળી નજીકના નાયકા ડેમની ૪૮૪ની ક્ષમતા સામે હાલમાં ૧૦૨.૦૫ મીલિયન ઘનફૂટ ભરેલો છે. સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમની ૭૨૦ની ક્ષમતા સામે ૫૦૬.૬૦ મીલિયન ઘનફૂટ પાણી (નર્મદા નીરને કારણે) છે. ધ્રાંગધ્રા તાલુકાનાં ફુલકુ ડેમની ૪૫૯.૮૧ની ક્ષમતા સામે માત્ર ૧૨.૫૪ મીલિયન ઘનફૂટ જ ભરેલો છે. સાયલા તાલુકાનો નિંભણી ડેમ તો સાવ તળિયા ઝાટક હોવાનું જાણવા મળે છે. વઢવાણ તાલુકાના વડોદ ડેમની ૫૩૦ની ક્ષમતા સામે ૭૩.૩૪ મિલીન ઘનફૂટ પાણી છે. ચુડા તાલુકાના વાંસલ ડેમમાં ૧૪૦ની ક્ષમતા સામે માત્ર ૬.૮૭ મિલીયન ઘનફૂટ પાણી છે. સાયલા તાલુકાના થોરીયાળી ડેમમાં ૭૯૪.૫૦ની ક્ષમતા સામે ૧૩૧.૦૩ મિલીયન ઘનફૂટ પાણી ભરેલું છે. જ્યારે ચોટીલા તાલુકાનો મોરસલ ડેમ પણ તળીયા ઝાટક હોવાનું જાણવા મળે છે. સબુરી ડેમમાં ૧૫૮.૮૫ની ક્ષમતા સામે માત્ર ૦.૬૭ મીલિયન ઘનફૂટ પાણી છે. જ્યારે ત્રિવેણી ઠાંગા ૧૧૩.૯૦ની ક્ષમતા સામે ૧૧૩.૯૦થી ભરાઈ જતા ૦.૦૧ મીટરથી ઓવરફલો થયો છે.ચોટીલા તાલુકાનો ધારી ડેમ, સાયલા તાલુકાનો નિંભણી ડેમ, ચુડા તાલુકાનો વાંસલ ડેમ, સાયલા તાલુકાનો મોરસલ ડેમ અને ચોટીલા તાલુકાનો સબુરી ડેમ સાવ ખાલીખમ છે તેમ કહી શકાય.