ઝિંદગીની જુલાઈ માટે ખાસ તૈયાર કરાયેલી થીમ બેસ્ટ ઓફ રોમાન્સ સાથે મોન્સૂનની સીઝનની મજા લેવા તૈયાર રહો, જે પ્રેમ અને ડ્રામા થકી રોચક પ્રવાસે લઈ જવા માટે વચનબદ્ધ છે. 4થી જુલાઈએ સાંજે 4 વાગ્યાથી આરંભ કરતાં દિલ લગી જુઓ, જેમાં હુમાયુ સઈદ અને મેહવિશ હયાતની રોમેન્ટિક વાર્તા સિંધના અંતરિયાળ ભાગમાં આવેલા સુક્કુરની સાંકડી ગલીઓની પાર્શ્વભૂમાં જુઓ.

14 જુલાઈએ સાંજે 7.30 વાગ્યાથી પ્યારે અફઝલમાં આયેઝા ખાન અને હમઝા અબ્બાસી છે, જેમાં અફઝલનો ફરાહ પ્રત્યે લગાવ પ્રેમ અને અંગત વૃદ્ધિના અણધાર્યા વળાંક પર લઈ જાય છે. આ પછી 16મી જુલાઈએ સાંજે 6.00 વાગ્યાથી પ્યાર કે સદકેમાં બિલાલ અબ્બાસ અને યુમના ઝૈદી અનુક્રમે અબદુલ્લા અન મહેજબી તરીકે જોવા મળશે. પ્રેમની તેમની ખ્વાહિશમાં પડકારોમાંથી તેઓ કઈ રીતે પસાર થાય છે તે દર્શાવવામાં આવ્યું છે.
સિનેમાના શોખીનો માટે ફિલ્મ બેહદ જોવાનું ચૂકશો નહીં. ફવાદ ખાન, સજલ અલી અને અદનાન સિદ્દિકી સાથેની આ ફિલ્મ 14મી જુલાઈએ સવારે 11.00 વાગ્યાથી પ્રસારિત થશે. પ્રેમ અને પારિવારિક ગતિશીલતાની આ વાક્તા છે. આ પછી 7મી જુલાઈએ બપોરે 12થી 2 વચ્ચે શહર એ ઝાત દર્શાવવામાં આવશે, જેમાં અત્યંત ધનાઢ્ય વાલીઓની એકમાત્ર દીકરી માહિરા ખાનની વાર્તા છે. સપનાંનો પુરુષ શોધવાના તેની પ્રવાસની આ મજેદાર વાર્તા છે.

13મી જુલાઈએ રાત્રે 9 વાગ્યાથી ખોયા ખોયા ચાંદમાં માયા અલી, અહસાન ખાન અને સોહાય અલી આબરૂ છે, જે અંગત પડકારો અને પારિવારિક ગતિશીલતા વચ્ચે પ્રેમ અને ભાગ્યની વાર્તા છે.

દિલ લગીમાં અનમોલનું પાત્ર ભજવતી મેહવિશ હયાત કહે છે, "અનમોલનું પાત્ર મળ્યું તે મારે માટે વિશેષાધિકાર છે. તે મજબૂત, સંવેદનશીલ યુવા મહિલા છે, જે દરેક સમસ્યાનો હિંમતથી સામનો કરે છે અને પરિવાર પર બેહદ પ્રેમ કરે છે. આ સુંદર રીતે લખાયેલી પરિવારલક્ષી રોમાન્સ વાર્તાએ અત્યંત છેલ્લા એપિસોડ સુધી દર્શકોનાં મન જીતી લીધાં છે. વાર્તા માનવી ભાવનાઓના ઊંડાણમાં લઈ જવા સાથે પ્રેમ અને સ્થિતિસ્થાપકતાની સાર્વત્રિક થીમો સાથે પણ સુમેળ સાધે છે. ભારતીય દર્શકોને હવે ઝિંદગી થકી અમારી વાર્તા અનુભવવાની તક મળશે તે જાણીને રોમાંચિત અને સન્માનિત છું. સીમાપાર વાર્તાઓ ભૌગોલિક સીમાઓ પાર કરીને એકબીજાના સમાન ભાવનાઓનું આદાનપ્રદાન કરે છે તે શક્તિનો આ સુંદર દાખલો છે. "


જોતા રહો ખાસ ઝિંદગી DTH ટાટા પ્લે (ચેનલ નં. 154), ડિશ ટીવી અને D2h (ચેનલ નં. 117) અને એરટેલ ટીવી (ચેનલ નં. 102) રોમાન્સ અને ડ્રામાની એક મહિના સુધી ઉજવણી સાથે તમારું મન અને અંતરને મોહિત કરવાનું વચન આપે છે.