અમીરગઢના ગંગાસાગર પાટીયા નજીકથી પસાર થઈ રહેલી એક ટ્રકમાં કાર પાછળથી એક કાર ઘૂસી જતા કારમાં સવાર ત્રણ લોકોને ઈજા પહોંચતા ત્રણેયને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં કારનો આગળના ભાગના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે આબુરોડ પાલનપુર હાઇવે ઉપર જઈ રહેલા એક ટ્રકમાં પાછળથી કારનો ચાલક ઘૂસી ગયો હતો. રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલા કારના ચાલકે અમીરગઢ તાલુકાના ગંગાસાગરના પાટીયા પાસે આગળ જઈ રહેલા ટ્રકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો આગળના ભાગના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા. ગાડીમાં સવાર ત્રણ મિત્રોમાંથી ગાડી ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

આ બનાવના પગલે સ્થાનિક લોકો દ્વારા 108ને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી પહોંચી ઈજાગ્રસ્ત ગાડી ચાલકને 108 મારફતે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે આગળની તપાસ કરી છે.