સુરેન્દ્રનગર શહેરમાં તેર વર્ષની બાળકીને એક ઢગો વૃધ્ધ ચોકલેટ આપવાની લાલચે બગીચામાં લઈ જઈ અને બાળકીને મોબાઇલમાં બીભત્સ ફીલ્મ દેખાડી અને શરીર પર અલગ અલગ જગ્યાએ હાથ ફેરવી અડપલા કરતા સમગ્ર જીલ્લામાં આ ઢગા પર ફીટકારની લાગણી વર્ષી રહી છે અને પોલીસ એ પણ તાત્કાલિક આરોપી વૃધ્ધને ઝડપી અને આકરી પુછપરછ હાથ ધરી છે. તેમ ધોળા દિવસે બગીચામાં એક બાળકીની સાથે આરોપીએ અડપલા કરી બદકામ કરવાની કોષીસ કરતા ચકચાર મચી જવા પામી છે.સુરેન્દ્રનગર શહેરના એક વિસ્તારમાં રહેતા પરીવારની સાથે વડનગરમાં રહેતો આરોપી દિપક લાભશંકરને સંબધ હોવાથી અવાર નવાર તેઓના ઘરે આવતો જતો હતો અને ઘરના સભ્ય જેમ વહેવાર કરતો હતો અને અવાર નવાર બાળકોને ચોકલેટ બીસ્કીટ અપાવતો હતો અને પરીવારના મોભીનો મિત્ર હોઇ તે બીન્દાસ ઘરમાં આવન જાવન કરતો હતો પરંતુ આ ભોગ બનનાર પરીવારના સભ્યોને કયા ખબર હતી કે જે આરોપી તેમના ઘરમાં આવે છે તે એક ઝેરી સાપ સામાન છે અને તેઓ એક ઝેરી સાપને દુઘ પાઇને મોટો કરી રહ્યા છે.આરોપી દિપક લાભશંકર ભોગ બનનાર પરીવારના ઘરે અવાર નવાર આવતો હતો અને બાળકોને ફરવા લઈ જતો હતો જેથી ઘટનાના દિવસે આરોપી એ પરીવારના 13 વર્ષની દિકરીને ચોકલેટ અને બીસકીટ આપવાની લાલચે બગીચામાં ફરવા લઈ જવાની લાલચ અપી અને શહેરના રીર્વરફડ પર આવેલ બગીચામાં લઈ ગયો હતો અને તેની નજર તેર વર્ષની બાળકી પર બગડતા તેની વાસના જાગી હતી અને તેણે પ્રથમ બાળકીને તેની પાસે રહેલ મોબાઇલમાં બીભત્સ ફીલ્મ બતાવી અને શરીરના અલગ અલગ ભાગો પર હાથ ફેરવી છેડછાડ કરી હતીઅને બાળકી સાથે દુષ્કર્મ કરવાની પણ કોષીસ કરી હતી...પરંતુ ધોળા દિવસે બગીચામાં લોકોની અવર જવર હોઇ આરોપી એ બાળકી સાથે શારીરિક અડફલા કરી અને છેડછાડ કરી હતી જેથી બાળકીએ ઘરે પોહોચી અને બનાવ બાબતે તેની માતાને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ભોગ બનનાર બાળકીના સ્વજનો એ શહેરના બી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ આપી હતી જેથી પોલીસ એ તાત્કાલિક હરકતમાં આવી અને આરોપી દિપક લાભશંકરને વડનગર વિસ્તાર માંથી ઝડપી પાડયો હતો અને તેની સરભરા કરતા તેણે બાળકી સાથે અડપલા કર્યા હોવાની કબુલાત આપી હતી જેથી પોલીસે હવે આરોપીની ધરપકડ કરી અને આકરી પુછપરછ શરૂ કરી છે.