ધાનેરા-નેનાવા નેશનલ હાઇવે ઉપર કોટડા-ધાખા ત્રણ રસ્તા નજીક શનિવારે પસાર થઇ રહેલા ટ્રેકટરને પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારી હતી. જેમાં ટ્રેકટર ચાલક ખેડૂતનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
ધાનેરા તાલુકાને અડીને આવેલા રાજસ્થાન રાજ્યનાં મોટી વિરોલ ગામના ખેડૂત કરણારામ સવાજી ચૌધરી ટ્રોલી સાથેનું ટ્રેકટર લઈ શનિવારે ધાનેરાના કોટડા-ધાખા ત્રણ રસ્તા નજીકથી પસાર થઈ રહ્યા હતા.
ત્યાં ટ્રક નં. જીજે-08-એયુ-8776 ના ચાલકે ટ્રેકટરને પાછળથી ટક્કર મારી હતી. જેમાં ટ્રેકટર હાઇવે રોડથી નીચે ઉતરી ગયું હતું. જેમાં ટ્રેકટર ચાલક વૃદ્ધ ખેડૂતનું ઘટનાસ્થળે મોત થયું છે. આ મામલે ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.