ખેડબ્રહ્મામાં ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા 

ખેડબ્રહ્મા 

ખેડબ્રહ્મામાં ઠાકોર મંદિર ટ્રસ્ટ સંચાલીત રાધકૃષ્ણ મંદિરમાથી 29 મી રથયાત્રા રવિવારે દબદબાભેર શહેરમાં નીકળી હતી 

÷તાલુકા ના ગઢડાશામળા ખાતે પણ દબદબા ભેર રથયાત્રા નીકળી

  ખેડબ્રહ્માના ઠાકોર મંદિર ટ્રસ્ટ ઘ્વારા રાધાકૃષ્ણ મંદિરમાંથી રથ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે પહેલા મહેતા મધુબેન હસમુખલાલ પરિવાર ઘ્વારા મંદિર પર ધજા ચડાવવામાં આવી હતી ત્યાર બાદ ભગવાનની પૂજા અર્ચના કરી સવારે 9 કલાકે શણગારેલા રથમાં ભગવાનને બિરાજમાન કરી રથયાત્રા નીકળી હતી જે જુની પોસ્ટ ઓફીસ, જૈન દેરાસર, પટેલ ફળી, બ્રહ્માજી ચોક, બસ સ્ટેશન, મહાકાળી માતાજી મંદિર, જાનકી સોસાયટી, હનુમાનજી મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, માણેક ચોક, શ્રીયાદે ચોક, સરદાર ચોક, પેટ્રોલપંપ પટેલ, લક્ષ્મીપુરા ચાર રસ્તા, સિવિલ રોડ થઈ બપોરે મોસળ સોની જીતેન્દ્રકુમાર મિલાપચંદ અને શેઠ કે.ટી. હાઇસ્કૂલ પાસેના વેપારીઓ સાગરભાઈ પટેલ, સુધીરભાઈ ચૌહાણ, કલ્પેશભાઈ ભોઈ, મયંકભાઈ જોશી, પુખરાજભાઈ સોની સહિતના મિત્રો ભગવાનની પૂજા અર્ચના અને મામેરું ભરવામાં આવ્યું હતું. અને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો. આવતા વર્ષના મોસાળના દાતા તરીકે સોની પુખરાજભાઈ સમરથલાલ અને કેટી હાઈસ્કૂલ વિસ્તારના વેપારીઓએ લાભ લેવાની

 જાહેરાત કરી હતી 

 રથયાત્રાના રૂટમા વિવિધ સેવાભાવી લોકો ઘ્વારા સ્ટોલ લગાડી પાણી, છાસ, ઠંડાપીણા, દ્રાયફ્રૂટ શીરો ગાંઠિયા બુંદી, આઈસ્ક્રીમ સહિતની સેવા પૂરી પાડવામાં આવી હતી અને ભગવાન પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી રથયાત્રા સાથે 

શણગારેલા 3 ટ્રેક્ટર, બે ઘોડા સામેલ સામેલ થયા હતા 

મંદિર ટ્રસ્ટ ઘ્વારા યાત્રામાં ફણગાવેલા મગ, જામ્બુ અને સુખડી નો પ્રસાદ આપવામાં આવ્યો હતો રથયાત્રામા ભગવાનના રથના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી 

ભારે ભારે ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો હતો 

 રથયાત્રામાં 3 પી.એસ.આઈ, 27 પોલીસ, 12 મહિલા પોલિસ, 27 હોમગાર્ડ , 40 જીઆરડી, 1 ફાયરફાયટર, જી.ઇ.બીની ટીમ, 1 તબીબી ટીમ, 1 નાયબ મામામાલતદાર સહિતની ટીમે ફરજ પુરી પાડી હતી