રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ટાણે હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. તેને લઇ ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે. ફરી એકવાર ભાજપ કોંગ્રેસના નેતાઓને પોતાની તરફેણ કરવા આંતરિક કામગીરી હાથધરી છે. અને ચૂંટણી પહેલા તોડ – જોડની નિતી અપનાવી છે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કાર્યકારી પ્રમુખ લલિત વસોયા સમાજિક કાર્યક્રમ હોય કે પછી ધાર્મિક કોંગ્રેસ -ભાજપના નેતાઓ એક મંચ પર જોવા મળી રહ્યા છે ધોરાજીના કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા અને ભાજપના નેતા જયેશ રાદડિયા એક મંચ જોવા મળ્યા છે.
ધારાસભ્ય દ્રારા ધોરાજીમાં સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા સમાજના અગ્રણી રાજ્કીય નેતાઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા રાજ્યના પૂર્વ પુરાવઠા મંત્રી અને રાજકોટ ડિસ્ટ્રિક બેન્કના ચેરમેન જયેશ રાદડિયા અને સંસાદ રમેશ ધડૂક રક્તદાન કેમ્પના કાર્યક્રમમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
લલિત વસોયા આગાઉ પણ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણીની સાથે એક મંચ જોવા મળ્યા હતા જેને લઇ ભાજપમાં જોડાય તેવી અટકળો વેગવાની બની હતી પત્રકાર દ્રારા ભાજપમાં જોડાવાના પ્રશ્નને લલિત વસોયાએ જણાવ્યુ હતુ કે હું કોંગ્રેસનું દિગ્ગજ નેતા છું હાલ હું કોંગ્રેસમાં છું એ જ મોટી વાત છે. બધા સબંધો કાયમી નથી હોતા કોંગ્રેસ સાથે રહેવાનું દાવો કર્યો છે.